Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં એનાલોગ પનીર, ચીઝ, બટરના વેચાણ પર તવાઈ:ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ શરૂ કરી

    14 hours ago

    આણંદ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉપયોગ તથા વેચાણ પર ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધના કડક અમલીકરણ માટે કાર્યવાહી શરૂ કરી છે. ગ્રાહકોને સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે વિભાગે સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધર્યું છે. સરકારના તાજેતરના જાહેરનામા બાદ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ જિલ્લાના વિવિધ ખાદ્ય એકમો પર ઓચિંતી તપાસ કરી છે. આ તપાસ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ આણંદ જિલ્લાની કુલ ૧૩ હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, ખાદ્યપદાર્થોના સંગ્રહની પદ્ધતિ અને વપરાશમાં લેવાતા કાચા માલની ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી. હોટેલ સંચાલકો એનાલોગ પનીર, ચીઝ કે બટરનો ઉપયોગ ન કરે તેની ખાતરી કરવા માટે ખરીદીના બિલો અને સંબંધિત દસ્તાવેજો પણ ચકાસવામાં આવ્યા હતા. તપાસની સાથે ફૂડ સેફ્ટી વિભાગે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને રાજ્ય સરકારના નવા જાહેરનામા અને પ્રતિબંધિત ખાદ્યપદાર્થો વિશે માહિતગાર કર્યા હતા. વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થોનું વેચાણ કે ઉપયોગ કરવો નહીં. સંચાલકોને માત્ર કાયદેસર અને પ્રમાણિત ખાદ્યપદાર્થોનો જ ઉપયોગ કરવા અને ભવિષ્યની તપાસ માટે ખરીદીના તમામ આધાર પુરાવાઓ સુરક્ષિત રાખવા માર્ગદર્શન અપાયું હતું. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લાના તમામ વિસ્તારોમાં આ પ્રકારની તપાસ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રતિબંધિત એનાલોગ ઉત્પાદનોનો ઉપયોગ કરતા અથવા તેનું વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ અને તેના નિયમો મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ શુદ્ધ અને સલામત ખાદ્યપદાર્થોનો જ ઉપયોગ કરે. જો કોઈ શંકાસ્પદ ખાદ્યપદાર્થ વિશે માહિતી મળે, તો તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    નરેશ આહિર એંધલથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રા પર નિકળ્યાં:ભરૂચના તવરા ગામે પહોંચ્યા, આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું
    Next Article
    વોટર મેઈન્ટેનન્સના અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલીભગત:ભાજપના કોર્પોરેટરોએ પાણી ભરાવવા મુદ્દે અધિકારીઓને પૂછ્યું હવે પાણી ભરાશે તો શું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment