Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેશ આહિર એંધલથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રા પર નિકળ્યાં:ભરૂચના તવરા ગામે પહોંચ્યા, આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું

    15 hours ago

    નવસારી જિલ્લાના એંધલ ગામના નરેશ આહિર તેમના 13મા સાયકલ ધાર્મિક પ્રવાસે ભરૂચ જિલ્લાના તવરા ગામે પહોંચ્યા હતા. તેઓ દર વર્ષે એંધલથી સાયકલ દ્વારા સૌરાષ્ટ્રના વીરપુર, જૂનાગઢ, રાજપરા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરી દેવદર્શન કરે છે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઈ તવરા ગામે આવેલા પાંચ દૈવી મંદિરોના દર્શનાર્થે આવ્યા હતા. ગામમાં તેમના આગમન પર ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાહ્યા આહિર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સભ્ય મુકેશ આહિર પણ સ્વાગત સમારોહમાં જોડાયા હતા. ધાર્મિક આસ્થા સાથે સાયકલ દ્વારા લાંબો પ્રવાસ કરી દેવદર્શન કરવાની નરેશભાઈની આ પરંપરાને સ્થાનિક લોકોએ આવકારી હતી. તેમના આ અનોખા સાયકલ પ્રવાસને કારણે તવરા ગામના લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો:TET-1 વિવાદમાં વચગાળાનો માર્ગ, 700 જગ્યાઓ અનામત રાખી નિમણૂકો અપાશે; હાઇકોર્ટનો નિર્ણય
    Next Article
    આણંદમાં એનાલોગ પનીર, ચીઝ, બટરના વેચાણ પર તવાઈ:ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment