Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં રાધનપુર રોડ પર હોટલ, ડેરીઓમાં ચેકિંગ:અખાદ્ય પનીર-ચીઝના જથ્થાનો નાશ કરાયો, એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

    1 day ago

    મહેસાણા જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાને રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના માર્ગદર્શનમાં ટીમે રાધનપુર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની હોટલો, રેસ્ટોરન્ટ, નાસ્તાહાઉસ, પિઝા સેન્ટર અને ડેરી સહિત 11 પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. 5 કિલો પનીરનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો આ ખાસ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉપયોગ અંગે સ્થળ પર જ ટેસ્ટિંગ અને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાધનપુર રોડ પર 'કાલી દુગ્ધાલય'માંથી 5 કિલોગ્રામ પનીર અંદાજિત કિંમત ₹ 2 હજાર અને 2 કિલો ચીઝ અંદાજિત કિંમત ₹ 1 હજાર મળી ₹ 3000ની કિંમતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ આ અખાદ્ય જથ્થો લોકો વપરાશ કરે અને આરોગ્ય સાથે ચેડાં થાય તે પહેલા જ ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ તેનો બિનહાનિકારક રીતે નાશ કરાવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ છે. જ્યારે આગામી સમયમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવાની અધિકારીએ સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજના સ્મૃતિવનમાં મચ્છર નિયંત્રણ માટે મેગા ઝુંબેશ:50 ચેકડેમમાં પોરા ભક્ષક માછલીઓ છોડાઈ, આરોગ્ય વિભાગની પહેલ
    Next Article
    ગઢડાનું મીની સુરત ગણાતું ઉગામેડી વર્ષોથી સરકારી દવાખાનાથી વંચિત:ગામની 15 હજારની વસ્તી, 100થી વધુ હીરાના કારખાના; છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment