Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાનું મીની સુરત ગણાતું ઉગામેડી વર્ષોથી સરકારી દવાખાનાથી વંચિત:ગામની 15 હજારની વસ્તી, 100થી વધુ હીરાના કારખાના; છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી

    23 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ઉગામેડી ગામ, જે મીની સુરત તરીકે ઓળખાય છે, ત્યાં સરકારી દવાખાનાની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આશરે 15 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં 100થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત છે અને મોટી સંખ્યામાં લોકો અહીં રોજગારી મેળવે છે. તેમ છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અભાવે સામાન્ય સારવાર માટે પણ લોકોને ગઢડા અથવા બોટાદ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે. અનેક વાર રજૂઆતો છતાં સરકાર દવાખાનું નથી બનાવતી : ગ્રામજનો ગામના રહેવાસી પ્રવિણભાઈ કોળી અને મુનાભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ઉગામેડી જેવા મોટા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાત્કાલિક જરૂરિયાત છે. વર્ષોથી સરકારી દવાખાનું શરૂ કરવાની માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોનું કહેવું છે કે આરોગ્ય જેવી પાયાની સુવિધા દરેક નાગરિકનો અધિકાર છે અને સરકાર તેમજ આરોગ્ય વિભાગે ગામમાં વહેલી તકે સરકારી દવાખાનું શરૂ કરવું જોઈએ. ઔદ્યોગિક વિકાસ વચ્ચે ઉગામેડીમાં મૂળભૂત સુવિધાનો અભાવ હીરા ઉદ્યોગના કારણે સતત વિકાસ કરી રહેલા ઉગામેડી ગામમાં હજારો લોકો વસવાટ કરે છે, છતાં આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાનો અભાવ અનેક પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે વધુ પ્રબળ બની છે. હવે સૌની નજર તંત્ર પર છે કે ગ્રામજનોની આ વર્ષો જૂની માંગને ધ્યાનમાં લઈ ઉગામેડીમાં સરકારી દવાખાનું શરૂ કરવા માટે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં રાધનપુર રોડ પર હોટલ, ડેરીઓમાં ચેકિંગ:અખાદ્ય પનીર-ચીઝના જથ્થાનો નાશ કરાયો, એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
    Next Article
    ગાંધીનગરમાં જમીન વિવાદને લઈ અમદાવાદના બિલ્ડર પર હુમલો:લક્ઝુરિયસ કારમાં હુમલાખોરોએ ફિલ્મી ઢબે તરુણ પટેલની ગાડીને ઘેરી, ₹2.50 કરોડની ખંડણી સાથે મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment