Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નાબાર્ડ હેન્ડલૂમ-હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનો પ્રારંભ:'વોકલ ફોર લોકલ' અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન

    8 hours ago

    રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે નાબાર્ડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે રાજ્ય કક્ષાના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન-૨૦૨૬નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસીય આ પ્રદર્શનનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી. કે. પરમાર અને જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શરૂ થયું છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને નાબાર્ડના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ્ય કારીગરો, સ્વ-સહાય જૂથો (SHGs) તથા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPOs)ને પ્રોત્સાહન મળી રહ્યું છે. આવા આયોજનો સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર પૂરું પાડે છે અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને વેગ આપે છે. જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું કે ગુજરાતની હેન્ડલૂમ અને હસ્તકલાની પરંપરા દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. આવા મેળાઓ સ્થાનિક કારીગરોને પોતાના ઉત્કૃષ્ટ ઉત્પાદનો પ્રદર્શિત કરવાની, નવા ગ્રાહકો સુધી પહોંચવાની અને બજાર સાથે સીધા જોડાવાની ઉત્તમ તક પૂરી પાડે છે. તેમણે કારીગરોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરી પરંપરાગત કળાને નવી પેઢી સુધી પહોંચાડવા અપીલ કરી. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ પટોળા, વિવિધ જિલ્લાઓના કારીગરોનું વણાટકામ, હસ્તકલા, બ્લોક પ્રિન્ટિંગ તેમજ GI Tagged વિશિષ્ટ ઉત્પાદનો છે. આ પ્રદર્શનના માધ્યમથી ગ્રાહકો કોઈપણ વચેટિયા વિના સીધા કારીગરો પાસેથી ઉત્પાદનોની ખરીદી કરી શકશે. સ્વ-સહાય જૂથો, FPOs, બેંકો અને સરકારી વિભાગોની વિકાસલક્ષી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાનું આ એક્ઝિબિશન તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી હોટલ શિવ ઇન્ટરનેશનલ ખાતે સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી આમ જનતા માટે ખુલ્લું રહેશે. જિલ્લા વહીવટી તંત્ર અને નાબાર્ડ દ્વારા નાગરિકોને પ્રદર્શનની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા તથા ગુજરાતની સમૃદ્ધ પરંપરાગત કળાને નજીકથી માણવા અપીલ કરવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે નાબાર્ડના અધિકારીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા કારીગરો અને કલાસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડકપની તૈયારીમાં સાઉથ આફ્રિકા-ઝિમ્બાબ્વે, નામિબિયાના પ્રવાસે જશે:ત્રણ દેશો વચ્ચે T20 ટ્રાય સિરીઝ; ત્યારબાદ સાઉથ આફ્રિકા-નામિબિયા વચ્ચે 3 વન-ડે રમાશે
    Next Article
    સાવરકુંડલામાં 5.50 કરોડના ખર્ચે 292 બેડની જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ બનશે:આરોગ્યમંત્રીના હસ્તે ખાતમૂર્ત, ચાર માળના અત્યાધુનિક બિલ્ડિંગમાં તમામ આરોગ્ય સુવિધાઓ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment