Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં 5.50 કરોડના ખર્ચે 292 બેડની જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ બનશે:આરોગ્યમંત્રીના હસ્તે ખાતમૂર્ત, ચાર માળના અત્યાધુનિક બિલ્ડિંગમાં તમામ આરોગ્ય સુવિધાઓ મળશે

    8 hours ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ મળી છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સાવરકુંડલામાં જિલ્લા કક્ષાની અદ્યતન સિવિલ હોસ્પિટલનું ખાતમૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 5 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી આ હોસ્પિટલમાં 292 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સમગ્ર વિસ્તારમાં આરોગ્ય સેવાઓને નવી દિશા આપશે. આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં મળશે વિશેષ સારવાર ચાર માળના આધુનિક બિલ્ડિંગમાં નિર્માણ પામનારી હોસ્પિટલમાં અત્યાધુનિક લિફ્ટ, ક્રિટિકલ કેર બ્લોક, ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી (IPHL), બાળ દર્દીઓ માટે પીડિયાટ્રિક વિભાગ, નવજાત શિશુઓ માટે એનઆઈસીયુ યુનિટ તેમજ મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત એમ.ડી., એમ.એસ. સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની ટીમ પણ અહીં સેવા આપશે, જેના કારણે દર્દીઓને ઉચ્ચ સ્તરની સારવાર સ્થાનિક સ્તરે જ મળી શકશે. ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને મળશે મોટી રાહત સાવરકુંડલા સહિત આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગંભીર બીમારીઓની સારવાર માટે હવે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. 5 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી 292 બેડની આ અદ્યતન જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ સમગ્ર વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન ભેટ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નાબાર્ડ હેન્ડલૂમ-હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનો પ્રારંભ:'વોકલ ફોર લોકલ' અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન
    Next Article
    સ્કૂલમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટેનો સંકલ્પ:પોલીસ કમિશનરે કહ્યું: સ્કૂલ કેમ્પસને 'નશામુક્ત રાખીએ, આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે, પોલીસને માહિતી આપો, વડોદરાને સંપૂર્ણ 'નશામુક્ત શહેર' તરીકે વિકસાવીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment