Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટેનો સંકલ્પ:પોલીસ કમિશનરે કહ્યું: સ્કૂલ કેમ્પસને 'નશામુક્ત રાખીએ, આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે, પોલીસને માહિતી આપો, વડોદરાને સંપૂર્ણ 'નશામુક્ત શહેર' તરીકે વિકસાવીએ

    7 hours ago

    વડોદરા શહેર પોલીસના "મિશન ક્લીન" અને "ઓપરેશન સેફ કિડ્સ" અભિયાન અંતર્ગત શહેર એસ.ઓ.જી. દ્વારા સમા સ્થિત પાર્થ સ્કૂલ જલારામ મંદિરમાં શિક્ષણ વિભાગના સંકલનથી ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોને નશીલા પદાર્થોના દૂષણથી દૂર રહી નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં યુવા પેઢીને ડ્રગ્સના નશાના રવાડે ચડતા અટકાવવા અને સમાજમાં નશીલા પદાર્થો અંગે જાગૃતિ લાવવાના હેતુથી પોલીસ કમિશનર નરસિંહ કોમારના માર્ગદર્શન હેઠળ "મિશન ક્લીન" તેમજ "ઓપરેશન સેફ કિડ્સ" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે શહેર એસ.ઓ.જી.ના પીઆઇ બી.ડી. ગોતીયાના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સમા સ્થિત પાર્થ સ્કૂલ જલારામ મંદિરમાં શિક્ષણ વિભાગના સંકલનથી ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે SSG હોસ્પિટલના વ્યસન મુક્તિ કેન્દ્રના ડૉ. મેડીકા સુધાર, શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉમેશ માળી સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે નશીલા પદાર્થોનું વ્યસન વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સમાજ માટે ગંભીર સમસ્યા છે. યુવાનોને નશાના દૂષણથી બચાવવા માટે પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજના તમામ વર્ગોએ સંયુક્ત પ્રયાસ કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ડ્રગ્સના આરોગ્ય, સામાજિક અને કાનૂની પરિણામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નશીલા પદાર્થોથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે સૌને શપથ લેવડાવવામાં આવ્યો હતો. શહેર પોલીસ દ્વારા આગામી સમયમાં પણ ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજી નશામુક્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયાસ કરવામાં આવશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ તરફથી 'નશામુક્ત વડોદરા' માટેનું એક અભિયાન છેડવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે શહેર પોલીસ, અન્ય સરકારી વિભાગો, એજન્સીઓ, બિન-સરકારી સેવા સંસ્થાઓ અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ શેર હોલ્ડરને જોડીને કામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે વડોદરા શહેરની વિવિધ શાળાઓના પ્રિન્સિપાલ્સ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં તેમને સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે અને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાની શાળાના પરિસરને 'નશામુક્ત પરિસર' રાખે. જો શાળા પરિસરમાં આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે, તો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે માહિતી શેર કરવા માટે જણાવાયું છે. આ પ્રકારે સંકલિત પ્રયાસો દ્વારા ડ્રગ્સની દૂષણને નાથવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જેથી કરીને વડોદરા શહેરને એક સંપૂર્ણ 'નશામુક્ત શહેર' તરીકે વિકસાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલામાં 5.50 કરોડના ખર્ચે 292 બેડની જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ બનશે:આરોગ્યમંત્રીના હસ્તે ખાતમૂર્ત, ચાર માળના અત્યાધુનિક બિલ્ડિંગમાં તમામ આરોગ્ય સુવિધાઓ મળશે
    Next Article
    Agra Viral Video: Baarish में अचानक धंस गई सड़क, SP नेता Nitin Kohli ने गड्डे में उतरकर देखा विकास

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment