Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડકપની તૈયારીમાં સાઉથ આફ્રિકા-ઝિમ્બાબ્વે, નામિબિયાના પ્રવાસે જશે:ત્રણ દેશો વચ્ચે T20 ટ્રાય સિરીઝ; ત્યારબાદ સાઉથ આફ્રિકા-નામિબિયા વચ્ચે 3 વન-ડે રમાશે

    7 hours ago

    2027 ક્રિકેટ વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા આવતા મહિને નામિબિયામાં વ્હાઇટ-બોલ સિરીઝ રમશે. ત્રણેય ટીમ વચ્ચે પહેલા T20 ટ્રાઇ સિરીઝ રમાશે, ત્યારબાદ યજમાન નામિબિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાશે. તમામ મેચ વિન્ડહોકના નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. T20 ટ્રાઇ સિરીઝ 28 ઓગસ્ટથી શરૂ થશે. ફાઇનલ 6 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ 9થી 13 સપ્ટેમ્બર દરમિયાન સાઉથ આફ્રિકા અને નામિબિયા વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. સિરીઝનો નફો આફ્રિકા ક્રિકેટ એસોસિયેશનને જશે ક્રિકેટ નામિબિયા અનુસાર, આ ટ્રાઇ સિરીઝ 2027માં શરૂ થનારા આફ્રિકા વર્લ્ડ કપનો પાયો નાખવાનો પણ પ્રયાસ છે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય આફ્રિકન દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મેચો ઉપલબ્ધ કરાવવાનો છે. સિરીઝમાંથી થતો સંપૂર્ણ નફો આફ્રિકા ક્રિકેટ એસોસિયેશનને આપવામાં આવશે, જેથી ખંડમાં ક્રિકેટના વિકાસ પર ખર્ચ કરી શકાય. ક્રિકેટ નામિબિયાના CEO જોહાન મુલરે જણાવ્યું કે, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનું આ સિરીઝ માટે સહમત થવું આફ્રિકન ક્રિકેટને મજબૂત કરવાની સહિયારી વિચારસરણી દર્શાવે છે. વર્લ્ડ કપના સહ-યજમાન છે ત્રણેય દેશો સાઉથ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વે 2027 વન-ડે વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના CEO ફોલેટ્સી મોસેકીએ જણાવ્યું કે, આ પ્રવાસ માત્ર પડોશી દેશો સાથે ક્રિકેટ સંબંધોને મજબૂત કરશે નહીં, પરંતુ આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે પણ માહોલ તૈયાર કરશે. વર્લ્ડ કપ 4 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી રમાશે 2027 વન-ડે વર્લ્ડ કપનું આયોજન 4 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં થશે. ટુર્નામેન્ટની મેચ 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે.
    Click here to Read More
    Previous Article
    TNM investigation on ONGC funds to Sangh-linked orgs mentioned in JPC on Corporate Laws Bill
    Next Article
    સુરેન્દ્રનગરમાં નાબાર્ડ હેન્ડલૂમ-હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનો પ્રારંભ:'વોકલ ફોર લોકલ' અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment