Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હર ઘર તિરંગા' અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ:દરેક ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવા કૃષિ મંત્રીનો અનુરોધ

    12 hours ago

    9 થી 13 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં તિરંગા યાત્રા સહિત વિવિધ દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતના રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવા રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.9 થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'હર ઘર તિરંગા' અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યે ગૌરવની ભાવના પ્રજ્વલિત કરતું જનઆંદોલન છે, જિલ્લાના દરેક ઘર સુધી આ અભિયાનનો સંદેશ પહોંચે અને દરેક પરિવાર ગૌરવપૂર્વક પોતાના નિવાસસ્થાને તિરંગો ફરકાવે તે માટે જનભાગીદારીને વ્યાપક બનાવવાની તેમણે અપીલ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે તા.9 થી 13 ઓગસ્ટ દરમિયાન ભાવનગર શહેર, જિલ્લાના તમામ તાલુકા મથકો તેમજ નગરપાલિકા વિસ્તારોમાં તિરંગા યાત્રા, દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, આ કાર્યક્રમોમાં સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ તથા યુવાશક્તિની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમણે ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાએ તા.13 ઓગસ્ટના રોજ યોજાનારી તિરંગા યાત્રાના આયોજન અંગે રૂટ પ્લાન, જનભાગીદારી, પ્રચાર-પ્રસાર, તિરંગા વિતરણ, વિવિધ વિભાગો વચ્ચેના સંકલન તેમજ નોડલ અને સહ-નોડલ અધિકારીઓની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ મંત્રીએ તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા તથા દરેક કાર્યક્રમ ગૌરવપૂર્ણ, સુવ્યવસ્થિત અને લોકભાગીદારીયુક્ત બને તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર ડો.મનીષકુમાર બંસલે જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી તેમજ અત્યાર સુધી કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાનનું સફળ અને ભવ્ય આયોજન સુનિશ્ચિત કરવામાં આવશે. બેઠકમાં ધારાસભ્ય સેંજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ડેપ્યુટી મેયર અશોકભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી અંગે બેઠક યોજાઈ:કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને વ્યાપક ભાગીદારી માટે અપીલ કરી
    Next Article
    કચ્છમાં 'હર ઘર તિરંગા' અભિયાનની તૈયારી, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક:9 થી 17 ઓગસ્ટ દરમિયાન 106 સરહદી ગામોમાં કાર્યક્રમો, 14 ઓગસ્ટે ગાંધીધામમાં યાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment