Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી અંગે બેઠક યોજાઈ:કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને વ્યાપક ભાગીદારી માટે અપીલ કરી

    13 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવશે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે. અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને કલેકટરનો અનુરોધ બનાસકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને 'વંદે માતરમ'ના 150 વર્ષની થીમ અંતર્ગત 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંગે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સુનિયોજિત આયોજન, સમયસર કામગીરી અને પરસ્પર સંકલન સાથે કાર્યક્રમોને સફળ બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે 'હર ઘર તિરંગા' અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તમામ તાલુકાઓમાં 14 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાઓનું આયોજન કલેક્ટરે જણાવ્યું હતું કે, આ અભિયાન નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશ માટે સમર્પણની ભાવના મજબૂત બનાવશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં 14 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવશે, જ્યારે 13 ઓગસ્ટે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સામાજિક સંગઠનોના સહયોગથી આ અભિયાનને સફળ બનાવાશે. હડાદ ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સર્વોદય આશ્રમ, દલપુરા, તા. હડાદ ખાતે ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજવંદન, દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત આયોજનો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 'હર ઘર તિરંગા' અભિયાન તથા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને સફળ બનાવવા માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં એનાલોગ પનીર વિરોધી સઘન તપાસ:25થી વધુ હોટલો-રેસ્ટોરન્ટ્સ તપાસાઈ
    Next Article
    'હર ઘર તિરંગા' અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ:દરેક ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવા કૃષિ મંત્રીનો અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment