Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં 'હર ઘર તિરંગા' અભિયાનની તૈયારી, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક:9 થી 17 ઓગસ્ટ દરમિયાન 106 સરહદી ગામોમાં કાર્યક્રમો, 14 ઓગસ્ટે ગાંધીધામમાં યાત્રા

    11 hours ago

    કચ્છ જિલ્લામાં આગામી સ્વતંત્રતા સપ્તાહ નિમિત્તે 'હર ઘર તિરંગા-2026' અભિયાનની વ્યાપક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોને માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્ય સરકારના આયોજન હેઠળ યોજાશે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે આ અભિયાન માત્ર તિરંગો ફરકાવવાનો નહીં, પરંતુ દરેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ અને સ્વાતંત્ર્ય ચેતના મજબૂત કરવાનો પ્રયાસ છે. આ માટે તાલુકા અને ગામ કક્ષાએ તિરંગા યાત્રા, બાઇક, સાઇકલ અને ઇ-બાઇક રેલીનું આયોજન થશે. શાળાઓ અને કોલેજોમાં વક્તૃત્વ, ક્વિઝ, નિબંધ સ્પર્ધા સહિતની સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. 'સેલ્ફી વિથ તિરંગા' અભિયાનને પણ ડિજિટલ માધ્યમથી પ્રોત્સાહન અપાશે. અભિયાનની એક વિશેષતા એ છે કે સરહદી વિસ્તારના 106 ગામોમાં સ્થાનિક નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની સહભાગિતાથી તિરંગા યાત્રાઓ યોજાશે. જિલ્લાના મહત્વના સરકારી મકાનો અને ઓળખરૂપ સ્થળોને ત્રિરંગી લાઇટોથી શણગારવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અને તિરંગા વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ 14 ઓગસ્ટે ગાંધીધામ ખાતે યોજાશે, જેમાં વિશાળ તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્યારબાદ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ અને શાંતિ માર્ચનું આયોજન કરાશે. દેશના ભાગલાની કરૂણ ગાથા અને સ્વાતંત્ર્ય સંગ્રામના બલિદાનો વિશે યુવા પેઢીમાં જાગૃતિ લાવવા માટે વિશેષ પ્રદર્શન પણ યોજાશે.આ સમગ્ર અભિયાનને 'વંદે માતરમના 150 વર્ષ'ની થીમ સાથે જોડવામાં આવ્યું છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને લશ્કરી એકમોની સક્રિય ભાગીદારીથી આ અભિયાન સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યેના ગૌરવની નવી લાગણી પ્રસરાવશે.
    Click here to Read More
    Previous Article
    'હર ઘર તિરંગા' અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ:દરેક ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવા કૃષિ મંત્રીનો અનુરોધ
    Next Article
    Mehsana News | મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી | Food And Drugs Department | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment