Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત:માતા-પિતા મંદિરે દર્શન કરવા ગયા બાદ ઘરે એકલી રહેલ સગીરાએ પાંખમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

    1 day ago

    રાજકોટમાં વધુ એક સગીરાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધીકા નજીક મોટી મેંગણી ગામે 16 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. માતા પિતા મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ઘરે એકલી રહેલી સગીરાએ પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જો કે આપઘાત ક્યાં કારણોસર કર્યો એ અંગે પરિવારજનો પણ અજાણ હોય જેથી લોધીકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના લોધીકા નજીક મોટી મેંગણી ગામે રહેતી રવિના મુકેશભાઈ સોલંકી (ઉં.વ.16) ગઈકાલે પોતાના ઘરે સાંજે 7 વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ લીધો હતો આ પછી બનાવ અંગે પરિવારને જાણ થતા 108માં જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી સગીરાને મૃત જાહેર કરી લોધીકા પોલીસને જાણ કરવામાં આવતા લોધીકા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોવાથી લોધીકા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાનો પરિવાર માલ ઢોર ચરાવતા હોવાનું સામે આવ્યું છે. પિતા મુકેશભાઈ નાથાભાઈ સોલંકી પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ માતા જ્યોત્સનાબેન પણ રાજપીપળા ખાતે રામાપીરના મંદિરે દર્શન માટે ગયા હતા અને અન્ય ભાઈ બહેન માલ ઢોર ચરાવવા ગયા હતા આ સમયે રવિના ઘરે એકલી હતી. સાંજે મોટી બહેન કોમલ ઘરે આવી ત્યારે જોયું તો ઘરનો દરવાજો બંધ હતો. પાછળના ભાગમાં ખુલ્લી બારી હોય તેમાંથી જોતા દેખાયું હતું કે રવીનાએ ગળાફાંસો ખાઈ લીધો છે. જેથી કોમલે આસપાસના લોકો અને પોતાના માતાને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્પામાં રેડ પાછળની શંકા રાખી બોલાચાલી:અમદાવાદમાં સ્પામાં યુવતીઓની બોલાચાલીમાં બોયફ્રેન્ડે બદલો લેવા યુવકને માર મારી ચોથા માળેથી ફેંકી દીધો
    Next Article
    પાટણમાં પુરવઠા વિભાગની પેટ્રોલ પંપ પર સઘન ચકાસણી:ઇંધણની ગુણવત્તા અંગે પાટણ–ઊંઝા રોડના ત્રણ પેટ્રોલ પંપની તપાસ હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment