Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પુરવઠા વિભાગની પેટ્રોલ પંપ પર સઘન ચકાસણી:ઇંધણની ગુણવત્તા અંગે પાટણ–ઊંઝા રોડના ત્રણ પેટ્રોલ પંપની તપાસ હાથ ધરાઈ

    1 day ago

    ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રાહકોને ગુણવત્તાસભર અને શુદ્ધ ઇંધણ ઉપલબ્ધ રહે તેમજ સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી પ્રવેશે નહીં તે હેતુસર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શુક્રવારે, 7 ઓગસ્ટ 2026ના રોજ પાટણ–ઊંઝા રોડ પર આવેલા ત્રણ પેટ્રોલ પંપની સઘન ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગિની ગુર્જરના માર્ગદર્શન હેઠળ એ.કે. પેટ્રોલિયમ (BPCL), જય નર્મદા પેટ્રોલિયમ (HPCL) અને માં શક્તિ પેટ્રોલિયમ (BPCL) ખાતે સ્ટોરેજ ટેન્કની તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન પેટ્રોલ પંપ સંચાલકોને ચોમાસા દરમિયાન સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી ન ભરાય તે માટે જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ વોટર સોલ્યુબલ પેસ્ટની મદદથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરીની પણ તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઇંધણની ગુણવત્તા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અનિયમિતતા ન સર્જાય તે માટે આવી ચકાસણીઓ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત:માતા-પિતા મંદિરે દર્શન કરવા ગયા બાદ ઘરે એકલી રહેલ સગીરાએ પાંખમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
    Next Article
    અમરેલીમાં રાજ્ય કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારી શરૂ:પોલીસ પરેડ, અશ્વદળ કરતબો, બાઇક સ્ટંટ જેવા કાર્યક્રમો નિહાળવા નાગિરકોને અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment