Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પામાં રેડ પાછળની શંકા રાખી બોલાચાલી:અમદાવાદમાં સ્પામાં યુવતીઓની બોલાચાલીમાં બોયફ્રેન્ડે બદલો લેવા યુવકને માર મારી ચોથા માળેથી ફેંકી દીધો

    1 day ago

    અમદાવાદ શહેરના હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ‘ક્રિશા સ્પા’માં નોકરી કરતા યુવકને માર મારી ચોથા માળેથી નીચે ફેંકી હત્યા કરવાના ચકચારી કેસમાં નરોડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને પાંચ પૈકી ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે. સ્પા પર પડેલી પોલીસ રેડની શંકા અને યુવતી સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખીને બોયફ્રેન્ડે મિત્રો સાથે મળીને આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સ્પામાં રેડ પડતાં ક્રોધે ભરાયેલી યુવતીઓએ બોયફ્રેન્ડને બોલાવ્યો ઝોન-4 ડીસીપી અતુલ બંસલે બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત 5 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે ઓઢવ સ્થિત 'લોટસ સ્પા'માં પોલીસે રેડ પાડી હતી. ત્યાં નોકરી કરતી વૈષ્ણવી અને ખુશી નામની બે યુવતીઓને શંકા હતી કે હંસપુરા સ્થિત 'ક્રિશા સ્પા'ના સંચાલકોએ પોલીસને બાતમી આપીને આ રેડ કરાવી છે. આથી, અગાઉ ક્રિશા સ્પામાં કામ કરી ચૂકેલી વૈષ્ણવી તેના બોયફ્રેન્ડ વિશાલ બારોટ અને તેની મિત્ર ખુશીને સાથે લઈને હંસપુરા સ્થિત સ્પા પર પહોંચી હતી. બોલાચાલીનો ખાર રાખી રાત્રે આવી તોડફોડ કરી જીવલેણ હુમલો કર્યો હંસપુરા સ્પા પર પહોંચીને યુવતીઓએ સ્પા સંચાલક જનક અને ત્યાં કામ કરતા દશરથ મીણા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન દશરથ અને જનક સાથે યુવતીઓની ભારે સિટિપીટી થઈ હતી. પોતાની પ્રેમિકા વૈષ્ણવી સાથે થયેલી બોલાચાલીનું લાગી આવતાં અને તેનો ખાર રાખીને બોયફ્રેન્ડ વિશાલ બારોટ રાત્રિના સમયે પોતાના અન્ય મિત્રોને સાથે લઈને સ્પા પર ધસી આવ્યો હતો. હુમલાખોરોએ સ્પામાં તોડફોડ મચાવી ત્યાં હાજર દશરથ મીણાને બેફામ માર માર્યો હતો અને ત્યારબાદ તેને ચોથા માળેથી નીચે ફેંકી દઈ તેની કરપીણ હત્યા કરી નાખી હતી. માલિકો વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, હત્યાની ઘટનાના થોડા કલાકો પહેલાં જ ઓઢવ અને હંસપુરાના સ્પા માલિકો વચ્ચે યુવતીઓને નોકરીએ રાખવા બાબતે ફોન પર તીખી બોલાચાલી થઈ હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી વિશાલ બારોટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર થઈ ગયેલા પાંચમા આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બે દિવસ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ:રાજ્ય પર સક્રિય ત્રણ વરસાદી સિસ્ટમ, ગુજરાત હવે ચિપ ડિઝાઇન પણ કરશે, મહંત બળદેવગિરીની અટકાયત
    Next Article
    રાજકોટમાં સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત:માતા-પિતા મંદિરે દર્શન કરવા ગયા બાદ ઘરે એકલી રહેલ સગીરાએ પાંખમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment