Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પદ્મનાભજી મંદિર પરિસરમાં શેડનું ખાતમુહૂર્ત:રામચંદ્રાવતી ભોજન કક્ષ બહાર દાતા પરિવારના સહયોગથી શેડનું નિર્માણ, ચોમાસામાં લોકોને પડતી હાલાકી દૂર થશે

    9 hours ago

    પાટણના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર પરિસરમાં રામચંદ્રાવતી ભોજન કક્ષની બહાર શેડ નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં દાતા પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું હતું. આ શેડના નિર્માણથી ચોમાસા દરમિયાન સમાજના લોકોને પડતી હાલાકી દૂર થશે. આ શેડના નિર્માણ માટે અમેરિકા સ્થિત પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામીનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના જાગૃતિબેન ઉર્ફે પીનકીબેન સિમુલ પ્રજાપતિ, ચિ. વંશ અને આદિત્યએ આર્થિક સહયોગ આપ્યો છે. આ ઉપરાંત, લક્ષ્મણદાસ રામજીભાઈ પ્રજાપતિ અને સ્વ. જશોદાબેન લક્ષ્મણદાસ પ્રજાપતિ પરિવારના ગુડ્ડીબેન દુર્ગેશકુમાર, જલ્પાબેન અખિલેશકુમાર, ચિ. મોહિતા, તીર્થ, પરી અને સાચીએ પણ આર્થિક સહયોગ આપ્યો છે. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારોના સહયોગથી આ શેડનું નિર્માણ કરવામાં આવશે. આ શેડ બનવાથી સમાજના લોકોને ભોજન કક્ષની બહાર ચોમાસામાં વરસાદ અને તડકાથી રક્ષણ મળશે, જેનાથી તેમની મુશ્કેલીઓનો અંત આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, નગરસેવક નવીન પ્રજાપતિ, પાટણ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પૂનમચંદભાઈ પ્રજાપતિ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ એમ. સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિત અનેક સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હવે ચિપ ડિઝાઇન પણ કરશે:GTU અને C-DAC બેંગલુરુના સહયોગથી પ્રસ્તાવિત ChipIN સેન્ટર અને VLSI CoEનો પ્રારંભ
    Next Article
    વગર વરસાદે સેક્ટર-11માં મસમોટો ભૂવો પડ્યો:મનપાના 'સ્માર્ટ' દાવા વચ્ચે નવો બનેલો રોડ ધસ્યો; કોન્ટ્રાક્ટરોને દંડના બદલે 4.95 કરોડની નવી લહાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment