Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વગર વરસાદે સેક્ટર-11માં મસમોટો ભૂવો પડ્યો:મનપાના 'સ્માર્ટ' દાવા વચ્ચે નવો બનેલો રોડ ધસ્યો; કોન્ટ્રાક્ટરોને દંડના બદલે 4.95 કરોડની નવી લહાણી

    8 hours ago

    ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓના નામે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવી રહ્યો હોવા છતાં શહેરના માર્ગોની હાલત દિનપ્રતિદિન વધુ બિસ્માર બની રહી છે. ચોમાસાના માત્ર બે જ રાઉન્ડમાં શહેરના માર્ગો ધોવાઈ ગયા હતા, ત્યાં હવે વગર વરસાદે પણ રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. આજે સેક્ટર-11માં આવેલી હોટેલ હવેલી સામે થોડા વખત અગાઉ જ નવો બનાવાયેલો રોડ અચાનક ધસી પડતાં મસમોટો ભૂવો પડી ગયો હતો. કોઈ પણ જાતના વરસાદ વગર જ ધોળા દિવસે મુખ્ય માર્ગ પર રોડ બેસી જવાની આ ઘટનાએ મનપાના કરાર આધારિત વયોવૃદ્ધ સ્માર્ટ ઇજનેરી તંત્ર અને ખાનગી કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાના કામકાજની પોલ છતી કરી દીધી છે. માળખાકીય સુવિધાઓ માટે કરોડોની ફાળવણી છતાં રસ્તાઓ ખખડધજ ગાંધનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની હોડમાં ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના આશરે 1903 કરોડના ડ્રાફ્ટ બજેટમાંથી મનપાએ રોડ-રસ્તા અને ફ્લાયઓવર સહિતની માળખાકીય સવલતો માટે રૂ.1196 કરોડ જેટલી અધધ રકમ ફાળવી છે. આ ઉપરાંત અગાઉ સેક્ટરોના રિસર્ફેસિંગ માટે 30 કરોડથી વધુ તથા ગ્રામ્ય અને જોડાણ માર્ગો માટે 37.62 કરોડ અને 30.57 કરોડ જેવી માતબર ગ્રાન્ટો વાપરી નાખવામાં આવી છે. આટલો મોટો ખર્ચ કર્યા છતાં શહેરના 45 હજાર ચોરસ મીટર વિસ્તારના મુખ્ય અને આંતરિક માર્ગો ખખડધજ થઈ ગયા છે જે મનપાના ભ્રષ્ટ વહીવટની ચાડી ખાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાના બદલે વધુ 4.95 કરોડ ફાળવાયા આટલી નબળી ગુણવત્તાનું કામ કરનાર ખાનગી એજન્સીઓ સામે કડક દંડાત્મક પગલાં ભરવા કે તેમને બ્લેકલિસ્ટ કરવાના બદલે સ્ટેન્ડિંગ કમિટીએ શંકાસ્પદ મૌન સેવી લીધું છે. નિષ્ફળ નિવડેલી એજન્સીઓ પાસે હિસાબ માગવાને બદલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ 'જેટ પેચર' અને 'માઇક્રો સરફેસિંગ'ના નામે વધુ 4.95 કરોડ રૂપિયા ફાળવવાની લીલીઝંડી આપી દીધી છે. આ આયોજન હેઠળ 20 હજાર ચોરસ મીટરમાં જેટ પેચર, 20 હજાર ચોરસ મીટરમાં ટાઇપ-3 અને 5 હજાર ચોરસ મીટરમાં ટાઇપ-2 માઇક્રો સરફેસિંગ કરવામાં આવશે. ચાલુ વરસાદે પણ ખાડા પુરાશે તેવા દાવા હેઠળ પ્રજાના ટેક્સના પૈસાની લ્હાણી વાસ્તવમાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કમાવી આપવાનો અને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું મનપા તંત્રમાં ગણગણાટ શરૂ થયો છે. મુખ્ય માર્ગો પરથી કાંકરીઓ ઉખડતાં અકસ્માતનો ભય બીજી તરફ ચ-રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી કાંકરીઓ ઉખડી જતાં ટૂ-વ્હીલર ચાલકો સતત સ્લિપ થઈ રહ્યા છે અને રોડ પરથી ઉડતી કાંકરીઓ વાહનચાલકો માટે અકસ્માતનું કારણ બની રહી છે. આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓ અને વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને તંત્ર માત્ર મોભાદાર મહાનુભાવોની અવરજવર સગવડભરી રહે તે માટે ઉતાવળે થીગડા મારવા હરખપદુડુ થયુ છે. જોકે હજુ આખું ચોમાસું બાકી હોય ત્યારે લોટ-પાણીને લાકડા જેવી આ કામગીરી ફરી ધોવાઈ જવાની પૂરેપૂરી ભીતિ છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે થઈ રહેલો આંધળો દુરુપયોગ જોઈને ગાંધીનગરના નાગરિકો પણ કાગડોળે મનપા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પદ્મનાભજી મંદિર પરિસરમાં શેડનું ખાતમુહૂર્ત:રામચંદ્રાવતી ભોજન કક્ષ બહાર દાતા પરિવારના સહયોગથી શેડનું નિર્માણ, ચોમાસામાં લોકોને પડતી હાલાકી દૂર થશે
    Next Article
    વિભાજન સ્મૃતિ દિવસ, તિરંગા યાત્રા માટે કલેક્ટરનો સંવાદ:ગીર સોમનાથમાં વધુ ભાગીદારી માટે કોલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment