Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિભાજન સ્મૃતિ દિવસ, તિરંગા યાત્રા માટે કલેક્ટરનો સંવાદ:ગીર સોમનાથમાં વધુ ભાગીદારી માટે કોલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા યોજાઈ

    7 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' અને 'તિરંગા યાત્રા'ની ઉજવણીમાં વિદ્યાર્થીઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ના ઐતિહાસિક મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતના વિભાજન સમયે લાખો લોકોએ વેઠેલી પીડા, સંઘર્ષ અને બલિદાનને યાદ કરીને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના મજબૂત બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તિરંગા યાત્રા સહિતના રાષ્ટ્રભક્તિપૂર્ણ કાર્યક્રમોમાં યુવાનોની સક્રિય ભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માન વ્યક્ત કરવા પ્રેરણા આપી. સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય હેતુ માત્ર કાર્યક્રમમાં સહભાગી બનાવવાનો નહીં, પરંતુ યુવા પેઢીને દેશના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો સાથે જોડવાનો હતો. 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' નિમિત્તે ભૂતકાળની કરુણ ઘટનાઓનું સ્મરણ કરી શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવા તથા તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વગર વરસાદે સેક્ટર-11માં મસમોટો ભૂવો પડ્યો:મનપાના 'સ્માર્ટ' દાવા વચ્ચે નવો બનેલો રોડ ધસ્યો; કોન્ટ્રાક્ટરોને દંડના બદલે 4.95 કરોડની નવી લહાણી
    Next Article
    Jharkhand Students Protest के Support में आए Abhijeet Dipke, CJP ने कर दिया बड़ा एलान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment