Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હવે ચિપ ડિઝાઇન પણ કરશે:GTU અને C-DAC બેંગલુરુના સહયોગથી પ્રસ્તાવિત ChipIN સેન્ટર અને VLSI CoEનો પ્રારંભ

    9 hours ago

    દેશમાં ઝડપથી વિકસી રહેલા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ડિઝાઇન હબ તરીકે સ્થાપિત કરવાના હેતુથી રાજ્ય સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM), ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને C-DAC બેંગલુરુના સંયુક્ત સહયોગથી પ્રસ્તાવિત ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) માટે ઓરિએન્ટેશન અને કિક-ઓફ બેઠક યોજાઈ હતી. આ પહેલથી રાજ્યમાં ચિપ ડિઝાઇન, સંશોધન અને કુશળ માનવબળના વિકાસને નવી દિશા મળશે. 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી મુખ્ય અતિથિ તરીકે તથા GSEM ના મિશન ડિરેક્ટર નેહા કુમારી સહિત ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહ્યા હતા. C-DAC બેંગલુરુના નિષ્ણાતોએ EDA ટૂલ્સ, HPC, સેમિકન્ડક્ટર IPs અને ટેપ-આઉટ સપોર્ટ જેવી સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યની 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઈને નવીનતા અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેની તકો વિશે માહિતી મેળવી હતી. AI, ઓટોમોટિવ અને IoT જેવા ઉભરતા ક્ષેત્રોમાં ચિપ ડિઝાઇનને વેગ મળશે પ્રસ્તાવિત ChipIN સેન્ટર અને VLSI CoE શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારીને સંશોધનને સીધું વ્યાવસાયિકીકરણ સાથે જોડશે. આનાથી AI એક્સિલરેટર્સ, ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ, RISC-V પ્રોસેસર્સ અને IoT જેવા ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન મળશે. બે દિવસીય કાર્યક્રમમાં ટેક્નિકલ સત્રો યોજાશે, જે ગુજરાતના "Research to Product" ના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    1800 કિમી દૂર ભીંડા-નારિયેળ પાણી વેચીને બે ઠગને દબોચાયા:બે મની મ્યુલ ખાતામાં 65 લાખના ટ્રાન્ઝેક્શન થયા'તા, સુરત પોલીસનું ઝારખંડમાં 4 દિવસ ઓપરેશન
    Next Article
    પાટણ પદ્મનાભજી મંદિર પરિસરમાં શેડનું ખાતમુહૂર્ત:રામચંદ્રાવતી ભોજન કક્ષ બહાર દાતા પરિવારના સહયોગથી શેડનું નિર્માણ, ચોમાસામાં લોકોને પડતી હાલાકી દૂર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment