Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1800 કિમી દૂર ભીંડા-નારિયેળ પાણી વેચીને બે ઠગને દબોચાયા:બે મની મ્યુલ ખાતામાં 65 લાખના ટ્રાન્ઝેક્શન થયા'તા, સુરત પોલીસનું ઝારખંડમાં 4 દિવસ ઓપરેશન

    10 hours ago

    સુરત સાયબર ક્રાઇમ સેલે ઝારખંડના ગિરિડીહ જિલ્લાના અંદરિયાળ વિસ્તારમાંથી બે મની મ્યુલ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરતથી આશરે 1,800 કિલોમીટર દૂર ગિરિડીહ પહોંચેલી પોલીસે આરોપીઓને શંકા ન જાય તે માટે ભીંડા અને નારિયેળ પાણી વિક્રેતા બનીને 4 દિવસ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝારખંડના 29 વર્ષીય રૂપલાલ કન્હૈયાલાલ મંડલ અને 31 વર્ષીય મુકેશ કુમાર મંડલને સ્થાનિક 2 પોલીસ સ્ટેશનની મદદથી ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ આ જ ગુનામાં સુરતના ઉધના વિસ્તારમાંથી મકાન દલાલી કરતા રાજેશ્વર સ્વાઇન અને બિરયાનીની દુકાન ધરાવતા જીયાઉર રહેમાનની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સુરત પોલીસના જવાનો ભીંડા અને નારિયેળ પાણીના વિક્રેતા બન્યા APK ફાઇલ મોકલી 10.65 લાખની છેતરપિંડી કરી હતી 2 નવેમ્બર 2025ના રોજ અરજદારના ICICI બેંક ખાતામાંથી તેમની જાણ બહાર ટુકડે-ટુકડે કુલ રૂ 10,65,375.98ની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, સાયબર ઠગો વ્હોટ્સએપ અથવા SMSથી નકલી APK ફાઇલ મોકલીને પીડિતના મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ, OTP અને બેંકિંગ વિગતો મેળવી લેતા હતા. ત્યારબાદ આ રકમ મની મ્યુલ ખાતાઓમાં ટ્રાન્સફર કરી અલગ-અલગ રાજ્યોમાંથી ATM અથવા ચેક મારફતે રોકડ ઉપાડી લેવાતી હતી, જેથી મની ટ્રેઇલ પકડવી મુશ્કેલ બને. કમિશનના ધોરણે મની મ્યુલ તરીકે કામગીરી કરતા ઝડપાયેલા આરોપીઓ પૈકી રૂપલાલ મંડલે પોતાના નામે 2 બેંક ખાતાં ખોલાવીને ATM કાર્ડ અને બેંક કિટ નાસતા-ફરતા આરોપીઓને પૂરી પાડી હતી. ખાતામાં આવતી ફ્રોડની રકમ રોકડમાં ઉપાડી આપવાના બદલામાં તેણે 3% કમિશન પેટે રૂ 1,52,000 મેળવ્યા હતા. જ્યારે બીજો આરોપી મુકેશ કુમાર મંડલ ફેસબુક મારફતે મુખ્ય સૂત્રધારોના સંપર્કમાં આવ્યો હતો. તે ખાતાધારકો પાસે રકમ ઉપડાવી મુખ્ય આરોપી સુધી પહોંચાડતો હતો અને કુલ રકમના 7% કમિશનમાંથી 3% ખાતાધારકને આપી બાકીના 4% પોતે રાખતો હતો. બેંક ખાતામાંથી રૂ 65 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો આરોપીઓના HDFC અને Axis બેંકના ખાતાઓનું સ્ટેટમેન્ટ ચકાસતાં બંને ખાતાઓ મળીને કુલ રૂ.65 લાખથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે, જેમાંથી મોટો ભાગ ગિરિડીહ ખાતેથી ATM અને ચેક મારફતે રોકડમાં ઉપાડી લેવામાં આવ્યો હતો. હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નાસતા-ફરતા મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર નાણાકીય કડીઓ ઉકેલવા વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્રનું વહેલી પરોઢે જ ઓપરેશન ક્લીનઅપ:સેક્ટર-24માં વર્ષો જૂનું ધાર્મિક દબાણ જમીનદોસ્ત, વિરોધ કે ઘર્ષણની શક્યતા ટાળવા સૂર્યોદય પહેલા બુલડોઝર ફેરવી દીધું
    Next Article
    ગુજરાત હવે ચિપ ડિઝાઇન પણ કરશે:GTU અને C-DAC બેંગલુરુના સહયોગથી પ્રસ્તાવિત ChipIN સેન્ટર અને VLSI CoEનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment