Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરની વિવેકાનંદ વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો:24 વિદ્યાર્થીઓએ શિક્ષક-આચાર્યની ભૂમિકા ભજવી; અન્ય શાળાના શિક્ષકોનું સન્માન કરાયું

    6 hours ago

    શ્રી વિવેકાનંદ વિદ્યાલય, વડનગર ખાતે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ દિવસે શાળાના 24 વિદ્યાર્થીઓએ શિક્ષક, આચાર્ય, ક્લાર્ક અને સેવકની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકો રાજેશભાઈ રાજદેવ, બાબુભાઈ સોલંકી, પુરીબેન ચૌધરી, કિરીટભાઈ પ્રજાપતિ અને સેવક દિનેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોતાની કામગીરી શ્રેષ્ઠ રીતે બજાવી. કૃપાબેન ભીલે આચાર્યની ભૂમિકા ભજવી હતી, જ્યારે દેવીબેન આચુએ ઉપાચાર્યની ભૂમિકા અદા કરી હતી. વિવેકાનંદ વિદ્યાલય, વડનગરની પરંપરા મુજબ, દર વર્ષે અન્ય શાળાના શિક્ષક કે આચાર્યનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે વડનગર પ્રાથમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલ અને રતનપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પટેલનું સન્માન કરાયું. શાળાના આચાર્ય કલ્પેશભાઈ અખાણીએ તમામ બાલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શિક્ષકોના પ્રસંગો રજૂ કર્યા અને જણાવ્યું કે શિક્ષકનો વ્યવસાય આંગળી ચીંધ્યાના પુણ્ય સમાન છે. સ્વયં શિક્ષક દિનના આચાર્ય બનેલા કૃપાબેન ભીલે પોતાના અનુભવો રજૂ કર્યા. વૈભવીબેન પ્રજાપતિએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો. વડનગર પ્રાથમિક શાળાના શિક્ષક કેતનભાઈ પટેલે જણાવ્યું કે ધોરણ 1માં પ્રવેશ મેળવેલા તેમના વિદ્યાર્થીઓ હાલ 9 અને 10માં ધોરણમાં છે, તેમની સામે સન્માન સ્વીકારતા તેમને ખૂબ આનંદ અને ગર્વ થાય છે. રતનપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિએ સન્માન મેળવવા બદલ શાળા પરિવારનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ સોલંકીએ પોતાની આગવી શૈલીમાં ખૂબ જ સુંદર રીતે કર્યું હતું. શાળાના સિનિયર શિક્ષક રાજેશભાઈ રાજદેવે આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જર્મનીના નવા હિટલરે દુનિયા ધ્રૂજાવી:કટ્ટરવાદી અને સ્કૂટર પર ફરનાર યુવાને ઊથલપાથલ મચાવી, બીજા વિશ્વયુદ્ધ પછી ફરી નાઝી યુગના ભણકારા
    Next Article
    કુંભણ શાળામાં બાળભાસ્કર બન્યું શિક્ષણનું અનોખું સાધન:વિદ્યાર્થીનીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા વિકસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment