Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસવાડીમાં બાળકો જર્જરિત શાળામાં ભણવા મજબૂર:વૈકલ્પિક ખાનગી મકાનમાં એક બલ્બના અજવાળે કરે છે અભ્યાસ

    2 days ago

    નસવાડી તાલુકાના અંતરિયાળ માથાજલધુની ગામની પ્રાથમિક શાળાના આશરે 20 બાળક જર્જરિત ઇમારતને કારણે ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ધોરણ 1થી 5ના આ બાળકોને પૂરતા પ્રકાશ વિના અંધારામાં ભણવું પડે છે, જે છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. માથાજલધુની પ્રાથમિક શાળાની ઇમારત છેલ્લા ત્રણ વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં છે. તેની દીવાલો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે અને ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકે છે. આ જોખમી પરિસ્થિતિને કારણે વરસાદ શરૂ થતાં બાળકોને શાળાની બહાર પતરાના શેડ નીચે ભણાવવામાં આવતા હતા. તંત્રના ધ્યાને આ બાબત આવતા, એક અઠવાડિયા પહેલા બાળકોના અભ્યાસ માટે નજીકમાં આવેલા ઈંટોના ચણતરવાળા પતરા અને નળિયાના એક ખાનગી મકાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગમાં લેવાઈ રહેલા આ ખાનગી મકાનમાં પૂરતો પ્રકાશ નથી. ઘર માલિક દ્વારા લગાવવામાં આવેલા એક બલ્બના અજવાળે માંડ જોઈ શકાય તેટલો પ્રકાશ મળે છે. શાળામાં અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી બાળકોને અંધારામાં જ અભ્યાસ કરવો પડે છે. જર્જરિત શાળા હોવા છતાં, નવી ઇમારત બનાવવા માટે સમયસર કાર્યવાહી થઈ ન હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પંદર દિવસ અગાઉ નવી શાળા બનાવવા માટેની દરખાસ્ત મંગાવવામાં આવી હોવાનું જણાવાયું છે. હાલ માથાજલધુની પ્રાથમિક શાળાના બાળકોને અયોગ્ય વાતાવરણમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. નવી શાળાના નિર્માણ અને બાળકોને ભૌતિક સુવિધાસભર વાતાવરણ પૂરું પાડવા અંગેની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. આ મામલે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ડો. અનિલ રાઠવાએ જણાવ્યું કે, "નસવાડી તાલુકાની માથાજલધુની પ્રાથમિક શાળા અંતરિયાળ વિસ્તારમાં ડુંગર પર આવેલી છે. તેનું મકાન જર્જરિત થયું છે. શાળાના આચાર્યને જણાવીને અમે નવી શાળા માટેની દરખાસ્ત કરાવી દીધી છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શરૂઆતમાં બાળકો પતરાના શેડ નીચે બેસતા હતા. પરંતુ તે ધ્યાને આવતા અમે નજીકના એક પાકા મકાનમાં બાળકોને બેસવાની વ્યવસ્થા કરી છે. અન્ય જે તકલીફો છે તેની તપાસ કરાવીને બાળકોને જોઈતી તમામ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવશે."
    Click here to Read More
    Previous Article
    રોટરી ક્લબ પાટણને 2025-26માં 24 એવોર્ડ મળ્યા:ડિસ્ટ્રિક્ટ લેવલે સેવા અને સમર્પણ બદલ પ્રતિષ્ઠિત સન્માન
    Next Article
    બીલીમોરામાં પૂરગ્રસ્તોને રાશન-કિટ, ધાબળા, કપડાંનું વિતરણ:500થી વધુ લોકોને સહાય મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment