Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ પાટણને 2025-26માં 24 એવોર્ડ મળ્યા:ડિસ્ટ્રિક્ટ લેવલે સેવા અને સમર્પણ બદલ પ્રતિષ્ઠિત સન્માન

    2 days ago

    પાટણ રોટરી ક્લબને વર્ષ 2025-26 દરમિયાન ડિસ્ટ્રિક્ટ લેવલે 24 પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. પૂર્વ પ્રમુખ રોટરિયન ડૉ. પરિમલ જાની અને મંત્રી રોટરિયન જય દરજીના નેતૃત્વ હેઠળ ક્લબે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, રક્તદાન અને સામાજિક સેવા સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રવૃત્તિઓ કરી હતી. ક્લબ દ્વારા વર્ષભર અનેક સેવાકીય અને લોકોપયોગી કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓની નોંધ રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા લેવામાં આવી હતી, જેના પરિણામે ક્લબને આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ ક્લબના સમગ્ર રોટરી પરિવારના સભ્યો, વિવિધ પ્રોજેક્ટના ચેરમેન, સહયોગી દાતાઓ અને શુભેચ્છકોના સહકારનું પરિણામ છે. રો હરેશ પટેલ, રો પરેશ એમ પટેલ અને રો ડો નૈસર્ગી પટેલને પણ વ્યક્તિગત એવોર્ડ મળ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી અને તમામ રોટરિયન મિત્રોના યોગદાનને બિરદાવવા માટે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા 4 ઓગસ્ટ, 2026ના રોજ મંગળવારે એસ કે બ્લડ બેન્ક, રોટરી હોલ ખાતે વિશેષ મિલન સમારોહ અને રેગ્યુલર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડશે. ક્લબની આ 24 એવોર્ડની સિદ્ધિ ભવિષ્યમાં વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે સમાજસેવા કરવા માટે પ્રેરણારૂપ બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ:વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, 4.60 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ઝડપાયા, છ ફરાર
    Next Article
    નસવાડીમાં બાળકો જર્જરિત શાળામાં ભણવા મજબૂર:વૈકલ્પિક ખાનગી મકાનમાં એક બલ્બના અજવાળે કરે છે અભ્યાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment