Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ:વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, 4.60 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ઝડપાયા, છ ફરાર

    2 days ago

    ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રમેશનગર-કરોડિયા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 6.50 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગના અન્ય છ આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના રમેશનગર-કરોડિયા વિસ્તારમાં દરોડો પાડીને આરોપી ખાલીદ કાસમભાઈ શેખ અને અલ્પેશ રાજેન્દ્ર મીહોલિયાને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય ભાગીદાર ઇમરાન ઇબ્રાહીમભાઈ રાઠોડ તેમજ તુફેલ ઇમરાનભાઈ રાઠોડ દરોડા દરમિયાન ફરાર થઈ ગયા હતા. આરોપીઓ ભાગીદારીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગેરકાયદે વેપલો ચલાવતા હતા. રમેશનગર ખાતે આવેલા ઓરડામાં 4,60,780 રૂપિયાની કિંમતની 1,434 વિદેશી દારૂની બોટલો, સંગ્રહ કરવામાં આવી હતી. દારૂના વેચાણ અને હેરાફેરી માટે અન્ય સાગરીતોને પણ જોડવામાં આવ્યા હતા. આરોપી રફીકશા દિવાન અને સાહિલ રાજ દારૂનો જથ્થો સપ્લાય કરતા હતા, જ્યારે પરવેઝ રાઠોડ અને આરિફ ઉર્ફે જગ્ગા રાઠોડ વેચાણ માટે દારૂનો જથ્થો લઈ જતા હતા. તમામ આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના હેતુથી સંગઠિત ગેંગ બનાવી ગેરકાયદે દારૂ વેચતા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂ. 12,700ની રોકડ રકમ, પાંચ મોબાઇલ ફોન, દારૂની પેટીઓની હેરફેરમાં ઉપયોગમાં લેવાતું સુઝુકી એક્સેસ સ્કૂટર, પીઓએસ સ્વાઇપ મશીન, ક્યુઆર કોડ મશીન તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 6,50,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા અને ફરાર તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમાસરના પટોળા દેશભરમાં પ્રખ્યાત:60થી વધુ પરિવારોએ પ્રાચીન હસ્તકલાને જીવંત રાખી, ₹10 હજારથી 3 લાખ પટોળાની કિંમત, આજે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ
    Next Article
    રોટરી ક્લબ પાટણને 2025-26માં 24 એવોર્ડ મળ્યા:ડિસ્ટ્રિક્ટ લેવલે સેવા અને સમર્પણ બદલ પ્રતિષ્ઠિત સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment