Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમાસરના પટોળા દેશભરમાં પ્રખ્યાત:60થી વધુ પરિવારોએ પ્રાચીન હસ્તકલાને જીવંત રાખી, ₹10 હજારથી 3 લાખ પટોળાની કિંમત, આજે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ

    2 days ago

    આજે રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ છે ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું સોમાસર ગામ પટોળા કલા ક્ષેત્રે દેશભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. આ ગામના 60થી વધુ પરિવારો આ પ્રાચીન હસ્તકલાને જીવંત રાખી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણના વિશ્વવિખ્યાત પટોળા હેરિટેજ મ્યુઝિયમમાં પણ ઝાલાવાડના કલાકસબીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો લૂમ સાથે પ્રદર્શિત કરાયા છે. એક પટોળું તૈયાર કરવામાં 3થી 4 વ્યક્તિઓને 15થી 20 દિવસનો સઘન શ્રમ અને કલાત્મકતા લાગે છે. આ પટોળાની કિંમત રૂ. 10 હજારથી લઈને રૂ. 3 લાખ સુધીની હોય છે, જે તેની ઝીણવટભરી કારીગરી અને ગુણવત્તા દર્શાવે છે. છેલ્લા 55 વર્ષથી આ કલા સાથે જોડાયેલા સોમાસર ગામના વિઠ્ઠલ વાઘેલા જણાવે છે કે, 'પટોળા' શબ્દ સંસ્કૃતના 'પહકુલ્લા' શબ્દમાંથી આવ્યો છે. લીંબડીની સર જે. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ટૂંકી સેવા બાદ તેમણે પોતાના પૂર્વજોની આ કલાને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં નજીવી મૂડી, વીજળી, પાણી અને કાચા માલ જેવા મર્યાદિત સંસાધનો સાથે શરૂ થયેલી આ યાત્રા આજે વૈશ્વિક ફલક પર પહોંચી છે. વિઠ્ઠલભાઈના મતે, પટોળું માત્ર એક કાપડ નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. અગાઉ પટોળાના વેચાણ માટે મર્યાદિત સ્ત્રોતો હતા, પરંતુ હવે સરકાર દ્વારા દેશભરમાં યોજાતા વિવિધ પ્રદર્શનો અને વેચાણ મેળાઓને કારણે સોમાસરના પટોળા દેશના ખૂણેખૂણે પહોંચ્યા છે, જેનાથી આ વ્યવસાય ફરી ધબકતો થયો છે. પટોળા બનાવવાની પ્રક્રિયા અત્યંત ઝીણવટભરી અને જટિલ હોય છે. દરેક તારને ગાંઠો બાંધીને રંગવામાં આવે છે અને પછી તેને ચોકસાઈપૂર્વક વણવામાં આવે છે. પટોળાની વણાટ પ્રક્રિયામાં 'બેવડ ઇકત' પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં આડી અને ઊભી બંને ડિઝાઇન બનાવવામાં આવે છે. તેના રંગો અને ભાત ક્યારેય ઝાંખા પડતા નથી, આથી જ કહેવાયું છે કે 'પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં'. NIFTમાં વિશેષ યોગદાન વિઠ્ઠલભાઈનું યોગદાન માત્ર ઉત્પાદન અને વેચાણ પૂરતું મર્યાદિત નથી. તેઓએ ગાંધીનગરની NIFT સંસ્થામાં 3 વર્ષ પટોળા ક્લસ્ટરમાં 'માસ્ટર ડિઝાઈનર' તરીકે સેવા આપી વિદ્યાર્થીઓ અને અન્ય કારીગરોને તાલીમ આપી છે. પાટણના પટોળા હેરીટેજ મ્યુઝિયમમાં પણ વિઠ્ઠલભાઈ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો લૂમ સાથે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા, યુએસએના પ્રોફેસર વેન્ડી વેઈસ દ્વારા તૈયાર થયેલ પુસ્તક 'જર્નલ ઓફ ટેક્સટાઈલ ડિઝાઈન, રીયર્સ એન્ડ પ્રેક્ટિસ' તથા કૃતિ ધોળકિયા અને ગાંધીનગર NIFTના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ પુસ્તક 'ઇક્ત કી પેટી' માં પણ સોમાસરના પટોળાને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નીટ પેપર લીકનું કાવતરું મહિનાઓ પહેલા ઘડાયું હતું:CBIનો દાવો- NTA નિષ્ણાતો પેપર તૈયાર કરતી વખતે પ્રશ્નો યાદ કરી લેતા, વિદ્યાર્થીઓ સુધી વોટ્સએપ-ટેલિગ્રામથી પહોંચાડ્યા
    Next Article
    ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ:વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, 4.60 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ઝડપાયા, છ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment