Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં રાત્રે સિંહોનું સુરક્ષિત રોડ ક્રોસિંગ:સાવરકુંડલા રેન્જમાં વનવિભાગની સતર્કતાથી બે સ્થળોએ મોટી દુર્ઘટના ટળી

    एक दिन पहले

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેન્જમાં ગઈકાલે રાત્રે વનવિભાગની તાત્કાલિક કાર્યવાહી અને સતર્કતાને કારણે અલગ-અલગ બે સ્થળોએ રોડ પર આવી ચડેલા સિંહોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવવામાં આવ્યો હતો. ગીર પૂર્વ DCF વિકાસ યાદવના નેતૃત્વ હેઠળ વનકર્મીઓએ સમયસૂચકતા વાપરી વાહનવ્યવહાર થંભાવી દીધો હતો, જેનાથી એક મોટી અકસ્માતની દુર્ઘટના ટળવા પામી હતી. સાવરકુંડલા-મહુવા રોડ પર સિંહણનું સલામત રેસ્ક્યુ પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા-મહુવા મુખ્ય માર્ગ પર અચાનક એક સિંહણ આવી પહોંચી હતી. રાત્રિના અંધકારમાં માર્ગ પર સિંહણની હાજરીથી વાહનચાલકોમાં ક્ષણભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી ગઈ હતી. વનકર્મીઓએ માર્ગ પર ટ્રાફિકને નિયંત્રિત કરીને સિંહણને કોઈ પણ જાતની ઈજા કે ભય વિના સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો. બાયપાસ રોડ પર સિંહણ અને 3 બચ્ચાં માટે વાહનવ્યવહાર થંભાવ્યો આ ઘટના બાદ સાવરકુંડલા-મહુવા બાયપાસ રોડ પર વધુ એક સંવેદનશીલ દ્રશ્ય સામે આવ્યું હતું, જ્યાં એક સિંહણ તેના 3 બચ્ચાં સાથે રોડ પર આવી ચડી હતી. સિંહણ અને તેના ત્રણેય બચ્ચાંની સુરક્ષા તેમજ સામેથી આવતા વાહનચાલકોની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી વનવિભાગે તાત્કાલિક ધોરણે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાવી દીધો હતો. વનટીમે સતત મોનિટરિંગ રાખીને માતૃપ્રેમથી ઘેરાયેલા આ વનરાજ પરિવારને સુરક્ષિત ગીરના જંગલ વિસ્તાર તરફ વાળી દીધો હતો. ગીર પૂર્વ DCFના નેતૃત્વમાં વનવિભાગ એલર્ટ મોડ પર સિંહણ અને તેના બચ્ચાં સુરક્ષિત ક્ષેત્રમાં પહોંચી ગયા બાદ જ માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં ગીર પૂર્વ DCF વિકાસ યાદવના સમર્થ નેતૃત્વ હેઠળ વનવિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં કામગીરી કરી રહ્યો છે. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાના કારણે અવારનવાર સિંહો માર્ગો પર આવી જવાની ઘટનાઓ બની રહી છે, પરંતુ વનકર્મીઓની સમયસરની આ તત્પરતાએ મોટી હોનારત રોકી લીધી છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા રાત્રિના સમયે આ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને વન્યજીવોની અવરજવર ધ્યાને લઈ અત્યંત સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભાજપ નેતાઓની મારામારીમાં 'ઘીના ઠામમાં ઘી':પ્રદેશ મહામંત્રીએ દોડી આવી બંધ બારણે સમાધાનની સ્ક્રિપ્ટ લખી, ચારેયની FB પર તસવીર મુકાતા યુઝર્સે બરાબરની મજા લીધી
    Next Article
    મોરબી:વોંકળા પર ખડકાઇ ગયેલા‎ પાકા દબાણો નહીં હટાવાય તો આંદોલન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment