Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:વોંકળા પર ખડકાઇ ગયેલા‎ પાકા દબાણો નહીં હટાવાય તો આંદોલન‎

    1 day ago

    મોરબી શહેર બે દાયકાથી ઉતરોતર વિકસિત તો થયું, પણ દર વર્ષે ચોમાસામાં બે ત્રણ ઇંચ જેવા સામાન્ય વરસાદમાં પણ ભારે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. તેમાંય ભારે વરસાદમાં તો પરિસ્થિતિ ઘણી જ વિકટ બને છે. જેમાં શનિવારે એકધારો 10 ઇંચથી વધુ મુશળધાર વરસાદ તૂટી પડતા શહેર આખું જળબંબાકાર થઈ ગયું હતું. લાતીપ્લોટ, મુનનગર, રાજનગર, વાવડી રોડ, પંચાસર રોડ, શનાળા રોડ, રવાપર રોડ અવની ચોકડી, લાયન્સનગર, વીસીપરા, રોહિદાસપરા સહિતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા અને મેઘવિરામને 5 દિવસ વીતવા છતાં હજુ ઘણા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. આ પાણી ભરાવવાનું મુખ્ય કારણ દરેક વિસ્તારોમાં આવેલા વોંકળા પરના દબાણો છે. શહેરના એકપણ વોંકળા એવા નથી કે, જ્યાં દબાણો ન થયા હોય ! ઉપરાંત પ્રિમોન્સૂન કામગીરીમાં પણ વોકળાની સફાઈના નામે વેઠ ઉગારવામાં આવે છે. જેમાં તાજેતરમાં જ દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલ વોકળાની તંત્રએ સફાઈ કરીને ટ્રેક્ટરો ભરાય તેટલો ટનબધ કચરો ત્યાંજ ખડકી દેતા મહિલાઓએ મનપામાં મોરચો માંડ્યો હતો. આથી મોરબીમાં વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેના વોકળાઓ ઉપર થયેલા અવરોધરૂપ દબાણો દૂર કરવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે અને વોંકળાઓ ઉપર આડેધડ દબાણો ખડકાઇ જવાથી લોકોને દર વર્ષે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી આ દબાણો દૂર કરી વોંકળા ખુલ્લા ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આટલા વોંકળામાંથી વરસાદી‎ પાણીનો નિકાલ અટક્યો‎
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં રાત્રે સિંહોનું સુરક્ષિત રોડ ક્રોસિંગ:સાવરકુંડલા રેન્જમાં વનવિભાગની સતર્કતાથી બે સ્થળોએ મોટી દુર્ઘટના ટળી
    Next Article
    ધ્રોલના શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું મૃત્યુ:રાજકોટમાં સારવાર દરમિયાન મોત, રિપોર્ટ હજુ બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment