Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષમાં બીજી વાર મુખ્ય જિલ્લા સરકારી વકીલનું FB હેક:એકાઉન્ટ ફરી હેક કરી મિત્રો-વકીલો પાસે પૈસા માગ્યા, નયન સુખડવાલાએ સાવચેત રહેવા અપીલ કરી

    1 day ago

    સુરત જિલ્લા કોર્ટના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા ફરી એકવાર સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. છેલ્લા 1 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે તેમનું ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોય. સાયબર ઠગો દ્વારા સરકારી વકીલ જેવા પ્રતિષ્ઠિત પદ પર રહેલી વ્યક્તિનું એકાઉન્ટ હેક કરી તેના થકી રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચાતાં વકીલ આલમ અને પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના સામે આવતાં જ નયન સુખડવાલાએ તાત્કાલિક લોકોને ગેરમાર્ગે ન દોરાવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. પરિચિતો અને મિત્રો પાસે નાણાંની માગણી અજાણ્યા હેકરે ફેસબુક એકાઉન્ટનો સંપૂર્ણ એક્સેસ મેળવીને મેસેન્જર મારફતે નયન સુખડવાલાના નામનો દુરુપયોગ શરૂ કર્યો હતો. એકાઉન્ટ સાથે જોડાયેલા મિત્રો, પરિચિતો અને અન્ય કોન્ટેક્ટ્સને ઈમરજન્સીનું બહાનું બતાવી પૈસા ટ્રાન્સફર કરવા માટે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રકારની શંકાસ્પદ નાણાકીય માગણી સામે આવતાં જ નયનભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેમના નામે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કે પૈસાની આપ-લે કરવી નહીં અને આવા ફેક મેસેજ પર બિલકુલ ભરોસો ન કરવો. સરકારી કર્મચારીઓ અને વકીલ મિત્રોને સતર્ક રહેવા અપીલ નયન સુખડવાલાએ ખાસ કરીને પોતાના મિત્રવર્તુળ, કોર્ટના સાથી વકીલો તેમજ સરકારી અને અર્ધસરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓને ચેતવણી આપી છે. તેમણે અપીલ કરી છે કે જો કોઈને પણ તેમના પ્રોફાઇલ પરથી પૈસા અથવા મદદ માંગતો મેસેજ મળે, તો પહેલાં તેમના અંગત નંબર કે અન્ય સીધા માધ્યમથી સંપર્ક કરીને ખાતરી કરવી. કોઈપણ સંજોગોમાં ખાતરી કર્યા વગર ઓનલાઇન પૈસા મોકલવા નહીં, જેથી કોઈ વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને. સાયબર સિક્યોરિટી અને વધતી છેતરપિંડી સામે ચેતવણી છેલ્લા 1 વર્ષના ટૂંકા ગાળામાં 2 વખત બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય યુઝર્સે અજાણી લિંક્સ પર ક્લિક કરવાથી બચવું, કોઈની પણ સાથે OTP કે પાસવર્ડ શેર ન કરવો અને સોશિયલ એકાઉન્ટ્સ પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન હંમેશાં ચાલુ રાખવું જરૂરી છે. કોઈ પણ અસામાન્ય મેસેજ કે નાણાકીય માગણી ધ્યાને આવે તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર જાણ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 24 પોલીસ કર્મચારીઓની બદલી:જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક નવા સ્થળે હાજર થવા આદેશ કર્યો
    Next Article
    "Couldn't Wait To Kill Indians": What US Teen Told Taco Bell Co-Workers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment