Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર:ઈલોલ ગામે ગૌમાંસનું વેચાણ કરતો કસાઇ જેલમાં ધકેલાયો

    14 hours ago

    હિંમતનગરના ઈલોલમાંથી 6 માસ અગાઉ વાછરડાનું માથું મળ્યા બાદ પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સના ઘરેથી ફ્રિજમાંથી માંસના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી અપાયા બાદ ગૌમાંસ હોવાનો એફએસએલ રિપોર્ટ આવતા ગુનો નોંધી કસાઈની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ઈલોલ ગામમાંથી તા.13-02-26ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે વાછરડાનું માથું મળી આવ્યાની જાણ થતાંની સાથે મામલો સંવેદનશીલ હોવાથી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ગોધનનો અવશેષ કબજે લઈ પૂછપરછ શરૂ કરી હતી. ​આ દરમિયાન કેટલાક શંકાસ્પદોની માહિતી મળ્યા બાદ ઈલોલના પહાડીયા વિસ્તારમાં રહેતા અબ્દુલ ગુલામરસૂલ બેલીમ નામના કસાઈના ઘેર તપાસ હાથ ધરી તેના ફ્રિજમાંથી માંસના સેમ્પલ વેટરનરી ડોક્ટરની હાજરીમાં લઈને પરીક્ષણ અર્થે એફએસએલ લેબમાં મોકલી આપ્યા હતા. જેનો તાજેતરમાં ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવતાં જે તે સમયે જાણ કરનાર નરેન્દ્રસિંહ મનહરસિંહ ઝાલાની (રહે. દરબારગઢ, ઈલોલ)ની ફરિયાદના આધારે રૂરલ પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ના કલમ 6(ખ) 8(4) અંતર્ગત ગુનો નોંધી અબ્દુલ બેલીમને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    IDPની માંગમાં ઉછાળો:સાબરકાંઠામાં સાડા પાંચ વર્ષમાં 1651 જણે આં.રા. ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા
    Next Article
    કાર્યવાહી:ઈડર તાલુકામાં સ્મશાનમાંથી બીડની‎ સગડીઓની ચોરી કરતી ગેંગ પકડાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment