Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IDPની માંગમાં ઉછાળો:સાબરકાંઠામાં સાડા પાંચ વર્ષમાં 1651 જણે આં.રા. ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા

    15 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં વિદેશ મુસાફરીનો ક્રેઝ ઉત્તરોત્તર વધતો જોવા મળી રહ્યો છે. વિદેશમાં વાહન ચલાવવા માટે અનિવાર્ય એવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP) મેળવનારા નાગરિકોની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જિલ્લા વાહન વ્યવહાર વિભાગ પાસેથી પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા સાડા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી કુલ 1651 લોકોએ આઇ.ડી.પી. લાઈસન્સ કઢાવ્યા છે. સામાન્ય રીતે, ભારતીય ડ્રાઇવિંગ લાઈસન્સ પર વિદેશના રસ્તાઓ પર વાહન ચલાવવાની પરવાનગી હોતી નથી. જો કોઈ નાગરિક વિદેશમાં ખાસ કરીને યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પ્રવાસ દરમિયાન ગાડી કે અન્ય વાહન ભાડે લઈને ચલાવવા માંગતા હોય, તો તેમના માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું ફરજિયાત બને છે. આ લાઈસન્સ ભારતીય લાઈસન્સનું જ એક વૈશ્વિક પ્રમાણિત સ્વરૂપ છે. જે તે દેશના નિયમો મુજબ વાહન ચલાવવાની કાનૂની માન્યતા આપે છે. કોવિડ મહામારીના પ્રતિબંધો હટ્યા બાદ વિદેશ પ્રવાસ, ઉચ્ચ અભ્યાસ અને રોજગારી અર્થે વિદેશ જનારા યુવાનો અને વ્યાવસાયિકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો વિદેશ જાય છે. જેની સીધી અસર આઇ. ડી. પી. કઢાવનારાઓની સંખ્યા પર જોવા મળી છે. જિલ્લાના હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારોમાંથી દર વર્ષે અરજદારો આરટીઓ કચેરી ખાતે આ માટે અરજી કરે છે. આરટીઓ વિભાગના અધિકારી જીગર પટેલના જણાવ્યા અનુસાર, અરજદાર પાસે માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, વિઝા અને જરૂરી દસ્તાવેજો હોય તો ઓનલાઈન પ્રક્રિયા દ્વારા સરળતાથી આઇ.ડી.પી. મેળવી શકાય છે. આગામી સમયમાં વિદેશ જનારાઓની સંખ્યા વધવાની સાથે આ આંકડો હજુ ઊંચો જાય તેવી સંભાવના છે. IDP વિગત વર્ષ મુજબ‎
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:સસરા ઘૂંઘટ તાણવા બાબતે ગાળો બોલતાં, સાસુએ મુંહ દિખાઇના પૈસા પડાવી લીધા
    Next Article
    હિંમતનગર:ઈલોલ ગામે ગૌમાંસનું વેચાણ કરતો કસાઇ જેલમાં ધકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment