Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:સસરા ઘૂંઘટ તાણવા બાબતે ગાળો બોલતાં, સાસુએ મુંહ દિખાઇના પૈસા પડાવી લીધા

    16 hours ago

    ​હિંમતનગરની યુવતી મુસ્કાનબાનુના લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા મહેરની રકમ, દહેજ અને ઘરકામ બાબતે અવારનવાર ક્રૂરતા આચરી શારીરિક તથા માનસિક ત્રાસ આપવાના મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરના ચાંદનગર વિસ્તારમાં રહેતા ફિરોજભાઇ ચૌહાણની પુત્રી મુસ્કાનબાનુના લગ્ન ગત તા. 25-10-2025 ના રોજ અમદાવાદના રામોલ સ્થિત નસીમપાર્ક ફ્લેટમાં રહેતા અયાન જુલ્ફીકાર ચૌહાણ સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદથી જ મુસ્કાનબાનુને તેના પતિ અયાન, સાસુ સસરા અને દિયર દ્વારા ભેગા મળીને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. ​ફરિયાદમાં જણાવ્યા અનુસાર સાસરીમાં સસરા દ્વારા ઘૂંઘટ તાણવા બાબતે ગાળો બોલાતી અને સાસુ દ્વારા મુંહ દિખાઈના પૈસા કઢાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજમાં મહેરના પૈસા બાબતે તેમજ ઘરકામની નાની-નાની બાબતોમાં સતત ત્રાસ આપી સાસુ-સસરા દ્વારા દરેક કામમાં ખામીઓ કાઢવામાં આવતી હતી. પતિ અયાન પણ દિવસના સમયે બેડરૂમમાં ન આવતા અને રાત્રે મોડા આવતાં તેમજ સાસરિયાઓની ચઢામણીથી પત્ની સાથે બોલાચાલી અને મારઝૂડ કરતા હતા. દહેજના સામાનને નુકસાન પહોંચાડી કોઈ પૂછે તો દહેજમાં કંઈ આપ્યું નથી તેવી ખોટી વાતો ફેલાવાતી. ​આ મામલે અગાઉ સમાજમાં 6 થી 7 વખત સમાધાન પણ થયા હતા. પરંતુ સાસરિયાઓની માનસિકતામાં કોઈ સુધારો ન આવતા અંતે ભોગ બનનાર યુવતીએ પતિ મોહમદ અયાન, સાસુ અશમાબાનુ, સસરા જુલ્ફીકાર જફરખાન ચૌહાણ અને દિયર ઈરફાન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ‎:ભાણપુરમાં જમીન વેચાણની અદાવતમાં પાકનો નાશ કર્યો
    Next Article
    IDPની માંગમાં ઉછાળો:સાબરકાંઠામાં સાડા પાંચ વર્ષમાં 1651 જણે આં.રા. ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment