Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ‎:ભાણપુરમાં જમીન વેચાણની અદાવતમાં પાકનો નાશ કર્યો

    16 hours ago

    ઇડરના ભાણપુરમાં જમીન બાબતની અદાવતમાં ઊભા પાકને નુકસાન પહોંચાડતાં ફરિયાદ નોંધાઇ હતી. ભાણપુરમાં રહેતા ખેડૂત યોગેશકુમાર ડાહ્યાભાઈ પટેલની ભાણપુર ગામની સીમમાં આવેલી જમીનમાં તેમણે અંદાજે 450 જેટલા પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું અને ડ્રિપ ઇરિગેશનની પાઇપલાઇન નાખી હતી. યોગેશકુમારના કાકા પોપટભાઈ જોઇતાભાઈ પટેલે પોતાની જમીન કાનપુરના મનીષભાઈ ચેલજીભાઈ પટેલને વેચાણ આપી હતી. ગત 1 ઓગસ્ટના રોજ પોપટભાઈ પટેલ, મનીષભાઈ પટેલ અને રમેશભાઈ જેસિંગભાઈ પટેલે ટ્રેક્ટર સાથે રોટાવેટર જોડીને સર્વે નંબર 130 વાળી જમીનમાં પપૈયાના 450 છોડ ઉપર ટ્રેક્ટર ફેરવી ડ્રિપ ઇરિગેશનની 500 મીટરની 6 પાઇપોને નુકસાન પહોંચાડ્યું હતું. યોગેશકુમાર પટેલે ઇડર પોલીસ સ્ટેશનમાં પોપટભાઈ જોઇતાભાઈ પટેલ, મનીષભાઈ ચેલજીભાઈ પટેલ અને રમેશભાઈ જેસિંગભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નબળા વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપી શિક્ષણ અપાશે‎:સાબરકાંઠામાં બાલવાટિકાથી ધો. 5ના છાત્રોનું બેઝલાઇન સર્વેક્ષણ
    Next Article
    ફરિયાદ નોંધાઈ:સસરા ઘૂંઘટ તાણવા બાબતે ગાળો બોલતાં, સાસુએ મુંહ દિખાઇના પૈસા પડાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment