Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નબળા વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપી શિક્ષણ અપાશે‎:સાબરકાંઠામાં બાલવાટિકાથી ધો. 5ના છાત્રોનું બેઝલાઇન સર્વેક્ષણ

    17 hours ago

    રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ વચ્ચે પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા સાબરકાંઠાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિપૂણ ગુજરાત અભિયાન હેઠળ બેઝલાઇન સર્વેક્ષણનો પ્રારંભ કરાયો છે. ​ જે અંતર્ગત મંગળવારે 4 ઓગસ્ટના રોજ બાળવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષાનો અને બુધવારે 5 ઓગસ્ટના રોજ ગણિત વિષયનો બેઝલાઇન સર્વે કસોટી હાથ ધરાયો હતો. ​ આ સર્વેનો મુખ્ય હેતુ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ બાળકોની પાયાની સાક્ષરતા વાંચન-લેખન અને ગણન ક્ષમતાનું સચોટ મૂલ્યાંકન કરવાનો છે. પરિણામોના આધારે જે વિદ્યાર્થીઓ વાંચન કે ગણનમાં નબળા જણાશે તેમને ખાસ એફએલએન શિક્ષક માર્ગદર્શિકા અને વિશિષ્ટ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરીને નબળા વિદ્યાર્થીઓ ઉપર વધારે ધ્યાન આપી શિક્ષણ રેમેડીયલ ટીચિંગ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ખોદકામમાં ડ્રેનેજ-પાણીની લાઇન તૂટતાં MGVCLને નોટિસ:રામસાગર તળાવ પાસે ખોદકામથી જાહેર શૌચાલય બંધ થતાં મુશ્કેલી‎
    Next Article
    ઇડર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ‎:ભાણપુરમાં જમીન વેચાણની અદાવતમાં પાકનો નાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment