Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ખોદકામમાં ડ્રેનેજ-પાણીની લાઇન તૂટતાં MGVCLને નોટિસ:રામસાગર તળાવ પાસે ખોદકામથી જાહેર શૌચાલય બંધ થતાં મુશ્કેલી‎

    18 hours ago

    ગોધરાના રામસાગર તળાવ વિસ્તારમાં MGVCL દ્વારા કેબલ નાખવાની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. જેસીબી વડે કરાયેલા આડેધડ ખોદકામને કારણે વિસ્તારની ડ્રેનેજ લાઈન,પીવાના પાણીના નળ કનેક્શન અને મુખ્ય ડામર રોડને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તીવ્ર રોષ વ્યાપી ગયો છે.ખોદકામથી રામસાગર તળાવ પાસે આવેલા જાહેર શૌચાલયની ડ્રેનેજ લાઈન પણ તૂટી ગઈ છે,જેના કારણે શૌચાલય બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે. સ્થાનિકો ગોધરા પાલિકા ખાતે ફરિયાદ કરવા માટે પોહ્ચ્યા હતા. ત્યાર બાદ ગોધરા નગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના કામગીરી કરવા બદલ MGVCLને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કામગીરીને લઈને શહેરના અમુક વિસ્તારોમાં ખોદકામ દરમ્યાન પાલિકાની મુખ્ય પાણીની સપ્લાઈ તૂટવાની ફરિયાદો ઉઠવા પામી હતી. પાલિકા દ્વારા નોટિસ ઈશ્યૂ કરાઈ ગોધરા રામસાગર તળાવ ખાતે MGVCL દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વિના આડેધડ કામગીરી કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ પાલિકા દ્વારા MGVCLને નોટિસ આપવામાં આવી છે. - ગોધરા નગરપાલિકા તંત્ર શૌચાલય બંધ થતાં ભારે મુશ્કેલી "MGVCLની કામગીરીથી ડ્રેનેજ અને પાણીની લાઈન તૂટતાં જાહેર શૌચાલય બંધ થઈ ગયું છે,જેથી વેપારીઓ અને રાહદારીઓ હેરાન થાય છે.આ અંગે અમે પાલિકામાં ફરિયાદ નોંધાવી છે. - નેનેશભાઈ સોની, સ્થાનિક રહીશ
    Click here to Read More
    Previous Article
    ગોધરા પાસેથી પકડાયેલ 115 કિલો માંસ ગૌમાંસ પુરવાર થયું:મોપેડની ડીકીમાં માંસનો જથ્થો વેચાણ કરવા લઇ જતા હતા‎
    Next Article
    નબળા વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપી શિક્ષણ અપાશે‎:સાબરકાંઠામાં બાલવાટિકાથી ધો. 5ના છાત્રોનું બેઝલાઇન સર્વેક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment