Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ઈડર તાલુકામાં સ્મશાનમાંથી બીડની‎ સગડીઓની ચોરી કરતી ગેંગ પકડાઇ‎

    13 hours ago

    ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભંગાર લેવાના બહાને રેકી કરી ગામથી દૂર આવેલ સ્મશાનમાંથી બીડની સગડીઓની ચોરી કરતી ઈડરની ગેંગ રૂવચ ગામના સ્મશાનમાંથી બીડની સગડીની ચોરી કરી ડાલા નંબર જીજે-09-એડબ્લ્યુ-072 3માં નાખ્યા બાદ બાજુમાં ચરતું પાડું ઉઠાવી ગાળામાં નાખવા દરમિયાન ગોવાળ જોઈ જતાં બૂમાબૂમ કરતાં શખ્સો ડાલું લઈને ફરાર થઈ ગયા હતા. તેમનો પીછો કરીને ગોધમજી નજીકથી ત્રણ શખ્સોને પકડી પૂછપરછ કરતાં આજુબાજુના ગામોમાં કરેલ ચોરીની પણ કબૂલાત કરી હતી. આ અંગે વધુ વિગત આપતાં કિશનસિંહે જણાવ્યું કે ઈડરના રૂવચના સ્મશાન ગૃહમાં લગાવેલ બીડની સગડીને ખોલી ડાલામાં નાખી નીકળવા દરમ્યાન વચ્ચે એક ભેંસનું પાડું ચરતું હતું તો તેને પણ પકડી ડાલામાં મૂકવા દરમ્યાન ગોવાળ આવી જતાં બૂમાબૂમ કરતાં પાડાને મૂકી ભાગી છૂટ્યા હતા. પણ ગોવાળે ગામના યુવાનોને જણાવતા તાત્કાલિક ડાલાનો પીછો કરી ગોધમજી નજીકથી ડાલા સાથે 4 શખ્સોને ડાલામાં મુદ્દામાલ સાથે ગામમાં લાવી વધુ પૂછપરછ કરાતાં તેઓ ઈડરના બળેલા તળાવ નજીક રહેતા હોવાનું અને તેમના નામ રાજુ ભરથરી, અનિલ ભરથરી, જગદીશ ભરથરી અને અમૃત ભરથરી હોવાનું જણાવી ઇસરવાડાની સ્મશાનની સગડીની પણ ચોરીની કબૂલાત કરી હતી. આમની સાથેના અન્ય શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે પકડાયેલા ચારેય શખ્સોને જાદર પોલીસના હવાલે કરાયા હતા. મહિલા સાથે ફરી રેકી કરતા‎ આ ગેંગ અગાઉ ભંગાર વીણવાના બહાને રેકી કરી જ્યાં લોકોની અવર જવર ઓછી હોય ત્યાંથી ચોરી કરવાની અને ઘરેથી જ થોડો ભંગાર ગાડીમાં ભરી લાવે એટલે કોઈ ને શક ના જાય માટે લેડીઝ સાથે ગામમાં ફરી બપોરના સમયે ટાર્ગેટ કરતા હતા. રૂવચમાં સ્ટ્રીટ લાઈટની ટ્યુબો પણ ચોરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર:ઈલોલ ગામે ગૌમાંસનું વેચાણ કરતો કસાઇ જેલમાં ધકેલાયો
    Next Article
    3 Dead, Over 10 Injured In Shooting At Thailand School, Student Who Opened Fire Kills Self

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment