Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ઘરની અંદર વોશિંગ મશીનની પાછળ વિશાળ પાટલા ઘો ઘૂસ:આટલી મોટી પાટલા ઘો જોઈને પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધી

    1 day ago

    વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેણાંક મકાનમાં 3.5 ફૂટથી વધુ લાંબી વિશાળ પાટલા ઘો ઘૂસી આવતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સાવચેતીપૂર્વક પાટલા ઘોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. વડોદરાના વાઘોડિયા રોડ નજીક આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરે વોશિંગ મશીનની પાછળ 3.5 ફૂટથી પણ વધુ લંબાઈની વિશાળ પાટલા ઘો જોવા મળી હતી. ઘરમાં અચાનક આ સરિસૃપ દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો. જાણ થતાં રેસ્ક્યુર નિતીન સોલંકી અને પ્રિતેશ સોલંકી વિલંબ વિના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જરૂરી સાવચેતી અને કુશળતા સાથે તેમણે પાટલા ઘોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે કબ્જામાં લીધી હતી. રેસ્ક્યુ પૂર્ણ થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પાટલા ઘોને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) એ સરિસૃપ વર્ગનું મોટું અને બિનઝેરી પ્રાણી છે. તેનું શરીર ચપટું હોય છે. લોકોમાં ખોટી માન્યતા છે કે તે ખૂબ ઝેરી હોય છે, પરંતુ હકીકતમાં તે માનવી માટે જોખમી નથી. નાની ઉંમરે તે પીળાશ પડતું અને મોટું થતાં કાળાશ પડતો રંગ લે છે. ચંદન ઘો અને પાટલા ઘો અલગ નથી, પણ એક જ પ્રાણીના જુદા નામ કે ઉંમરનું રૂપ છે.તેની લંબાઈ આશરે 1.75 મીટર કે તેથી વધુ હોઈ શકે છે.ખોરાક અને સ્વભાવતે નાના જીવજંતુઓ, ગરોળી, સાપ અને ઈંડા ખાય છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આવતીકાલથી ફરી ભારે વરસાદ, ભાગવત બોલ્યા- જેન ઝી દેશભક્ત અને ઈમાનદાર, પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ભાગ્યો, વડોદરામાં ફિલ્મી દૃશ્યો
    Next Article
    MP-CGમાં 3 દિવસ ભારે વરસાદની અપેક્ષા:યુપીની 40 શાળાઓમાં પૂરનું પાણી ઘૂસ્યું, બિહારના 9 જિલ્લામાં રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment