Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MP-CGમાં 3 દિવસ ભારે વરસાદની અપેક્ષા:યુપીની 40 શાળાઓમાં પૂરનું પાણી ઘૂસ્યું, બિહારના 9 જિલ્લામાં રેડ એલર્ટ

    1 day ago

    મધ્ય પ્રદેશમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 16.3 ઇંચ વરસાદ થયો છે, જે સરેરાશ કરતાં 18% ઓછો છે. આ કારણે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન કેન્દ્ર (IMD) અનુસાર, આગામી 3 દિવસ રાજ્યના ઉત્તરીય ભાગના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. છત્તીસગઢમાં પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદનો દોર ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જોકે, 8 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ અને તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા છે. યુપીમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. ગુરુવારે લખનઉ, સહારનપુર, મેરઠ સહિત 20થી વધુ શહેરોમાં ભારે વરસાદ થયો. કૌશાંબી અને પ્રયાગરાજમાં સતત વરસાદને કારણે શુક્રવારે 8મા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ફર્રુખાબાદમાં ગંગા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. 33 ગામો અને 40 સરકારી શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. હવામાન વિભાગે બિહારના પટના સહિત 9 જિલ્લામાં ભારે વરસાદ અને 26 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 40Kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આકાશી વીજળી પડવા અંગે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ મેપમાં જુઓ મોસમી વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ઘરની અંદર વોશિંગ મશીનની પાછળ વિશાળ પાટલા ઘો ઘૂસ:આટલી મોટી પાટલા ઘો જોઈને પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધી
    Next Article
    લથડિયા ખાતા કારચાલકને પોલીસે માંડ બેસાડ્યો:વધુ એક નશેડીએ અકસ્માત સર્જ્યો; સનફાર્મા રોડ પર થાંભલા સાથે કાર અથડાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment