Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આવતીકાલથી ફરી ભારે વરસાદ, ભાગવત બોલ્યા- જેન ઝી દેશભક્ત અને ઈમાનદાર, પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ભાગ્યો, વડોદરામાં ફિલ્મી દૃશ્યો

    1 day ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર RSS પ્રમુખ મોહન ભાગવતનો જેન-ઝી સાથેનો સંવાદ હતો. ભાગવતે કહ્યું- જેન-ઝી આપણા કરતાં વધુ દેશભક્ત અને ઈમાનદાર છે. બીજા સમાચાર ટીમ ઈન્ડિયામાં ફિટનેસ નિયમમાં ફેરફાર સાથે સંબંધિત છે. અમે તમને એ પણ જણાવીશું કે સરકારે શા માટે કહ્યું કે હવાઈ ઈંધણમાં ઇથેનોલ નહીં મળે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદના ચોમાસુ સત્રનો 15મો દિવસ છે. FCRA સુધારા બિલ પર ચર્ચા થઈ શકે છે. 2. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં 12મો રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. ભાગવત બોલ્યા- જેન-ઝી અમારી પેઢી કરતાં વધુ પ્રામાણિક-દેશભક્ત:આપણે તેમની વાત સમજવી જોઈએ, તેમની સાથે વાત ન થઈ ત્યારે જ તો આંદોલન થયું સંઘ પ્રમુખ મોહન ભાગવતનું કહેવું છે કે જેન-જી અને જેન-આલ્ફા, જૂની પેઢી કરતાં પણ વધુ દેશભક્ત અને ઇમાનદાર છે. તેમણે કહ્યું- આપણે તેમની વાત સાંભળવી જોઈએ. તેમની સાથે વાતચીતમાં કમી હતી, એટલા માટે દિલ્હીના જંતર-મંતર પર આંદોલન થયું. આ કાર્યક્રમ મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે. તેનું આયોજન ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સ એટલે કે IIMUN દ્વારા તેની 15મી વર્ષગાંઠ પર કરવામાં આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. 'હવાઈ ઈંધણમાં ઇથેનોલ ભેળવવાની કોઈ યોજના નથી':કેજરીવાલે કહ્યું હતું- આનાથી મુસાફરોની સુરક્ષાને ખતરો; એવિએશન મિનિસ્ટરે કહ્યું- ખોટા નિવેદનો ન આપો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે સરકારનો વિમાનના ઇંધણમાં ઇથેનોલ ભેળવવાનો કોઈ પ્લાન નથી. તેમણે કહ્યું કે વિમાન સુરક્ષાને લઈને આવી ખોટી માહિતી કે અફવાઓ ફેલાવવાથી હવાઈ મુસાફરોમાં બિનજરૂરી ડર અને ચિંતા પેદા થાય છે. નાયડુનું આ નિવેદન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના તે દાવા પછી આવ્યું છે, જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર વિમાનના ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની યોજનાનો આરોપ લગાવ્યો હતો. ઉડ્ડયન મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવાઈ મુસાફરોની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને સુરક્ષા ધોરણો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ટીમ ઈન્ડિયામાં 'VIP ફિટનેસ કલ્ચર' ખતમ!:10 મિનિટમાં 2km, 1200 મીટરની દોડ 5.20 મિનિટમાં પૂરી કરવી પડશે; આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCIનું કડક વલણ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો હવે પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ ફિટનેસ પેરામીટર્સને વધુ પડકારજનક બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ખેલાડીઓને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે બે પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જેમાં એક બ્રોન્કો ટેસ્ટ અને બીજી 2 કિલોમીટરની દોડ છે. બ્રોન્કો ટેસ્ટ માટે પહેલા 6 મિનિટનો સમય મળતો હતો. હવે તેને 5 મિનિટ 15 સેકન્ડથી લઈને 5 મિનિટ 20 સેકન્ડમાં પૂરો કરવો પડશે. તેના તરત જ બાદ 2 કિલોમીટરની દોડ 9થી 10 મિનિટમાં પૂરી કરવી પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. અભિજીત દીપકે દેશભરમાં 'ક્યા બોલતી પબ્લિક' કેમ્પેન શરૂ કરશે:યુવાનોને CJP સાથે જોડાવા અપીલ; 2 અમદાવાદી યુવાનોનું દીપકેના ઘરની બહાર પ્રદર્શન અભિજીત દીપકે ગુરુવારે જણાવ્યું, ‘કોકરોચ જનતા પાર્ટી સપ્ટેમ્બરથી 'ક્યા બોલતી પબ્લિક' અભિયાનની શરૂઆત કરશે. યુવાનોએ CJP સાથે જોડાઈને આ આંદોલનમાં જોડાવું જોઈએ.’ તેમણે કહ્યું, 'ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વિદ્યાર્થી આંદોલનની સૌથી મોટી જીત છે. જંતર-મંતર પરના પ્રદર્શનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ બેરોજગાર યુવાનો પણ સામેલ થયા હતા. બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે અને તેને હવે દેશવ્યાપી મુદ્દો બનાવવામાં આવશે.' સંપૂર્ણ સમાચાર વાંચો 5. ટ્રમ્પે કહ્યું- અમેરિકા પાસે હથિયારોનો મોટો ભંડાર છે:નવા હથિયારો પણ બની રહ્યા છે, ગુપ્ત માહિતી લીક કરનારાઓને લાંબી જેલ થશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પાસે મોટી માત્રામાં હથિયારો મોજુદ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે જરૂરિયાત મુજબ મોટી માત્રામાં હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેમનો સપ્લાય પણ સતત કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ મુજબ, અમેરિકી રક્ષા કંપનીઓ દેશના ઇતિહાસમાં સૌથી વધુ નવા પ્લાન્ટ અને ફેક્ટરીઓ બનાવી રહી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની રક્ષા ઉત્પાદન ક્ષમતા વધુ મજબૂત થશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ:મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય; ઉત્તર-દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. દુષ્કર્મના આરોપીએ ખાખીની 'આબરુ' લીધી:વડોદરાની હોસ્પિટલમાં પોલીસને ધક્કો મારી ભાગ્યો, 25 સેકન્ડમાં ચકમો આપ્યો, શોધવા ડ્રોન ઉડાવ્યા વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી ફરાર થઈ જતા ફિલ્મી દૃશ્યો સર્જાયા. ઈન્જેકશન મારવા માટે હાથકડી ખોલતા જ મુઠ્ઠીવાળીને ભાગ્યો હતો. પોલીસકર્મી પાછલ દોડ્યા પણ હાથ ન લાગ્યો. હોસ્પિટલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતા ડ્રોનની મદદથી શોધખોળ કરાઈ રહી છે. આરોપીને સલામત રીતે બહાર આવી જતા પોલીસ માઈકથી એનાઉન્સ પણ કરી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ ઝારખંડમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સરકાર સાથે વાતચીત કરવા તૈયાર:શરત મૂકી- મુખ્યમંત્રી મીડિયા સામે વાત કરે; પરીક્ષા લેનાર કંપનીનો એકાઉન્ટન્ટની ધરપકડ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ રશિયામાં મોતના વળતર માટે લગ્ન કરતી મહિલાઓના કૌભાંડનો પર્દાફાશ:ઘાયલ સૈનિકો સાથે લગ્નના કેસ વધ્યા, હોસ્પિટલ અને સેના પર પણ મિલીભગતનો આરોપ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ વિદેશમાં જોબના મોટા-મોટા સપના બતાવતા એજન્ટોથી સાવધાન:રશિયામાં વાડીમાં ફળ તોડવાની નોકરી કહીને જલંધરના યુવકને મોકલ્યો, જંગલમાં ફસાયો; 5 વીડિયો મોકલ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ હવામાં જ 171 ફૂટના રોકેટને 'ચોપસ્ટિક ટાવર' પકડશે!:સ્પેસએક્સ 'સ્ટારશિપ'નો 14મો ટેસ્ટ ઓગસ્ટમાં કરશે, એક વર્ષ બાદ રોજની 1 ફ્લાઇટ ઉડાવવાનો ઇલોન મસ્કનો દાવો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ 2027 વન-ડે વર્લ્ડકપ ક્વોલિફાયર 21 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી રમાશે:વિજેતાને મેઇન ડ્રોમાં સીધી એન્ટ્રી; વેસ્ટ ઇન્ડીઝ પર ક્વોલિફાયર રમવાનો ખતરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ સોનાની કિંમત ₹2,735 વધીને ₹1.48 લાખ થઈ:6 દિવસમાં ₹5,501 ભાવ વધી ચૂક્યા છે; ચાંદી આજે ₹931 વધીને ₹2.25 લાખ પર પહોંચી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ 07 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કન્યા જાતકોના પરિવારના મતભેદો ઉકેલાશે, વૃશ્ચિક જાતકોને ઉતાવળે લીધેલો નિર્ણય ભારે પડશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પંખા વડે એક્સપ્રેસવે સૂકવવામાં આવી રહ્યો છે લખનૌ-કાનપુર એક્સપ્રેસવેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે X પર લખ્યું કે આ એ રસ્તો છે જેનું ઉદ્ઘાટન થોડા દિવસો પહેલા જ થયું હતું અને તેને રિપેરિંગની જરૂર પડી ગઈ છે અને એક્સપ્રેસ સ્પીડથી રિપેરિંગને સૂકવવા માટે પંખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પણ હાસ્યાસ્પદ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: 40 કરોડ યુવાઓમાં ભારેલો અગ્નિ:તમામ સરકારો જેન-ઝીની રડારમાં, ચૂપકિદી સામે આક્રોશ ભભૂક્યો, 50 ટકા લોકો ફરી કોકરોચ જનતા પાર્ટી સાથે આંદોલન કરવાના મૂડમાં 2. અસલી GST અધિકારીઓની ફિલ્મ ‘સ્પેશિયલ 26’ જેવી નકલી રેડ:નોટિસો આપી વેપારીઓને ડરાવ્યા, CCTV બંધ કરી લાખોનો તોડ કર્યો, 5 કમિશનરના નામનો પર્દાફાશ 3. ‘મને નિયમો ન શીખવો’, રિજિજુ પર ભડક્યા ખડગે:સીતાપુરના મિડ-ડે-મીલમાં પાણી જેવી શાકભાજી પર સંજય સિંહનો સવાલ, સભાપતિએ રોક્યા 4. કચ્છી યુવક શ્રેય સાથે એ રાતે શું બન્યું હતું?:જંતર મંતર પર લાઠીચાર્જના વીડિયો એકઠા કરવાનું ભારે પડ્યું, મિડનાઇટ ડ્રામા વચ્ચે અમદાવાદ પોલીસે આખી ફેમિલી હિસ્ટ્રી કાઢી લીધી 5. પ્રીટિ ઝિન્ટાને શૂટિંગમાં આવ્યો પેનિક એટેક!:'બટવારા 1947' બનવામાં 17 વર્ષ લાગ્યા, સની દેઓલે ભારત-પાકિસ્તાનના ભાગલાની યાદો કરી શેર 6. આજનું એક્સપ્લેનર:શેખ હસીના અચાનક એક્ટિવ કેમ થયા, શું બાંગ્લાદેશમાં ફરી કંઈક મોટું થવાનું છે; ભારતના ફાયદા-નુકસાનની સંપૂર્ણ કહાની 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: સિંહ રાશિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, મકર રાશિને સપના સાકાર કરવાનો સાનુકૂળ સમય (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે યુદ્ધ જલદી સમાપ્ત થઈ શકે છે:હુતી ઉગ્રવાદીઓનાં યમનમાં મિસાઈલ અને ડ્રોન હુમલો, 30 સૈનિકોનાં મોત
    Next Article
    વડોદરામાં ઘરની અંદર વોશિંગ મશીનની પાછળ વિશાળ પાટલા ઘો ઘૂસ:આટલી મોટી પાટલા ઘો જોઈને પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment