Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે યુદ્ધ જલદી સમાપ્ત થઈ શકે છે:હુતી ઉગ્રવાદીઓનાં યમનમાં મિસાઈલ અને ડ્રોન હુમલો, 30 સૈનિકોનાં મોત

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ શકે છે. તેમણે કહ્યું કે વાતચીત આગળ વધી રહી છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમને નથી લાગતું કે ઈરાન સાથેનો સંઘર્ષ હવે વધુ લાંબો ચાલશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા પાસે હથિયારોની કોઈ કમી નથી અને જરૂરિયાત મુજબ નવા હથિયારો સતત બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, યમનની સેનાએ જણાવ્યું કે હુતી વિદ્રોહીઓએ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો, જેમાં 30 સૈનિકોનાં મોત થયા, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા. હુતી વિદ્રોહીઓએ અદનની ખાડીમાં સાઉદી તેલ ટેન્કર ડેઝી પર મિસાઈલ હુમલો કરવાનો પણ દાવો કર્યો છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ ડીલ જલ્દી શક્ય: APના રિપોર્ટ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી જલ્દી થઈ શકે છે. ઈરાન-ઓમાન વચ્ચેનો મુસદ્દો અંતિમ તબક્કામાં છે. 2. ટ્રમ્પે કહ્યું- ઈરાન પોતે વાતચીત કરવા માગે છે: ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને પોતે વાતચીતની પહેલ કરી છે અને બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં સારી પ્રગતિ થઈ છે. તેમના મતે, કરાર ઈરાન માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે. 3. હોર્મુઝ અને બાબ-અલ-મંદેબમાં જહાજોની અવરજવર ઘટી: દરિયાઈ ટ્રેકિંગ ડેટા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાંથી બુધવારે માત્ર 2 જહાજ પસાર થયા, જ્યારે તણાવ પહેલા અહીં દરરોજ 130-140 જહાજ પસાર થતા હતા. બાબ-અલ-મંદેબમાં પણ શિપિંગ ટ્રાફિક સતત ઘટી રહ્યો છે. 4. હોર્મુઝમાં ટોલ લાગશે તો દુનિયામાં મોંઘવારી વધશે: દુનિયાના આઠ મોટા શિપિંગ સંગઠનોએ UN અને IMO ને અપીલ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારનો ટોલ કે સર્વિસ ચાર્જ ન લગાવવામાં આવે. તેમનું કહેવું છે કે તેનાથી શિપિંગ મોંઘું થશે અને વૈશ્વિક મોંઘવારી વધશે. 5. લેબનોનમાં 2 ઇઝરાયલી સૈનિકોનાં મોત: દક્ષિણ લેબનોનમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં બે ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા અને ચાર ઘાયલ થયા. આ પછી ઇઝરાયલે ઘણા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Astronaut Welcomes Plants As Space Station's Newest Crew Members
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આવતીકાલથી ફરી ભારે વરસાદ, ભાગવત બોલ્યા- જેન ઝી દેશભક્ત અને ઈમાનદાર, પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ભાગ્યો, વડોદરામાં ફિલ્મી દૃશ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment