Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના કમલાબાગના રિ-ડેવલપમેન્ટની કામગીરી:કમલાબાગનું રિ-ડેવલપમેન્ટ કાગળ પર ઝડપી, ગ્રાઉન્ડ પર ધીમું

    1 day ago

    પોરબંદર શહેરના મધ્યમાં આવેલા કમલાબાગના રૂ. 2.74 કરોડના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમયમર્યાદા છતાં ધીમી ગતિએ ચાલી રહી છે. ગત માર્ચમાં વર્ક ઓર્ડર અપાયા બાદ ચાર મહિનામાં કામ પૂર્ણ કરવાનું આયોજન હતું, પરંતુ ગ્રાઉન્ડ પર હાલ અંદાજે 50 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જોવા મળે છે. અનેક સ્થળોએ હજુ બાંધકામ સામગ્રી પડેલી છે અને કામ અધૂરું હોવાથી રોજ સવાર-સાંજ ફરવા આવતા નાગરિકોને પૂરતી સુવિધાનો લાભ મળતો નથી. પરિણામે કામગીરીની ગતિ અંગે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના મધ્યમાં આવેલા કમલાબાગના રિ-ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાએ રૂ. 2.74 કરોડનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ગત માર્ચ મહિનામાં વર્ક ઓર્ડર અપાયા બાદ ચાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ હાલ સ્થળ પર અંદાજે 50 ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે.કમલાબાગમાં અનેક જગ્યાએ હજુ બાંધકામ સામગ્રી પડેલી જોવા મળે છે. કેટલીક જગ્યાએ નવા વિકાસના કામ ચાલુ છે તો કેટલીક જગ્યાએ હજુ મૂળભૂત કામગીરી પણ અધૂરી છે. પરિણામે રોજ સવાર-સાંજ ફરવા આવતા નાગરિકોને પૂર્ણ સુવિધાનો લાભ મળી રહ્યો નથી. શહેરના મુખ્ય જાહેર બાગના વિકાસ માટે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં કામગીરીની ગતિ વધારવાની જરૂરિયાત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કમલાબાગ શહેરના આકર્ષક ગાર્ડનમાં સ્થાન પામે તેવી અપેક્ષા છે, પરંતુ હાલની ગતિ જોતા કામગીરી પૂર્ણ થવામાં હજુ કેટલાક મહિના લાગી શકે તેવી સ્થિતિ જણાઈ રહી છે. સ્થળ પર શું જોવા મળ્યું? અનેક સ્થળોએ હજુ પણ ખોદકામ અને અધૂરી સિવિલ કામગીરી છે. રોકેટ લસરપટ્ટી કામગીરી ચાલી રહી છે અને સ્ટેજ પર ફૂડ કાર્ટ બનાવવાની કામગીરી ચાલુ છે. બાંધકામ સામગ્રી અને સાધનો સ્થળ પર જ પડેલા છે. રોઝ ગાર્ડન સહિતના સ્થળે પ્લાન્ટેશન થયું છે જ્યારે યોગા વિભાગમાં પ્લેન્ટેશન બાકી છે. બાળકો માટે મ્યુઝિકલ ફુવારો બન્યો નથી. આ સહિતની કામગીરી બાકી છે એટલેકે 50 ટકા કામ થયું છે અને 50 ટકા કામગીરી બાકી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી હોસ્પિટલમાં કેન્સરના 2 મેજર ઓપરેશન કરાયા‎:18 વર્ષીય યુવકના મોટા આંતરડામાંથી 4 સેમીની ગાંઠ દૂર કરાઈ, 70 વર્ષીય વૃદ્ધાના નાના આંતરડામાંથી 80 સેમી ગાંઠ કાઢી
    Next Article
    ઝાલાવાડ ચેમ્બરની સીએમને રજૂઆત‎:20 વર્ષ જૂની ટેક્સટાઇલ પાર્કની માંગ સહિતના પ્રશ્નનો નિકાલ લાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment