Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી હોસ્પિટલમાં કેન્સરના 2 મેજર ઓપરેશન કરાયા‎:18 વર્ષીય યુવકના મોટા આંતરડામાંથી 4 સેમીની ગાંઠ દૂર કરાઈ, 70 વર્ષીય વૃદ્ધાના નાના આંતરડામાંથી 80 સેમી ગાંઠ કાઢી

    1 day ago

    પોરબંદરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ શરૂ થયા બાદ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં વિવિધ વિભાગના નિષ્ણાત તબીબોની નિમણૂક થતાં હવે દર્દીઓને જટિલ સારવાર માટે બહારગામના ધક્કા ખાવાની જરૂરિયાત ઘટી રહી છે. હોસ્પિટલમાં સર્જિકલ ટીમ દ્વારા છેલ્લા 20 દિવસમાં કેન્સરના 2 દર્દીઓના સફળ મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે. પ્રથમ કેસમાં 18 વર્ષીય યુવકને ટોયલેટ અને ગેસ બંધ થઈ જવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિટી સ્કેન સહિતની તપાસમાં તેના મોટા આંતરડામાં 4 સેમીની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તબીબોની ટીમે ચાર કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશન દ્વારા ગાંઠ દૂર કરી જરૂરી સર્જરી કરી હતી. તપાસમાં યુવક કેન્સરગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું હતું. બીજા કેસમાં 70 વર્ષીય વૃદ્ધાના ડાબા પડખામાં સોજો હોવાથી તપાસ કરાતાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. અઢી કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં 80 સેમી લાંબી ગાંઠ દૂર કરી નાના આંતરડાનો અસરગ્રસ્ત ભાગ પણ કાઢવામાં આવ્યો હતો. વૃદ્ધા પણ કેન્સરની દર્દી હોવાનું નિદાન થયું હતું.બંને સર્જરી ડો. યાજ્ઞિક વાજા, ડો. ધવલ ડોડીયા, ડો. દિવ્યરાજ ડાભી, ડો. સોહેલ ફાડિયા અને ડો. અમીન રાજે સફળતાપૂર્વક પાર પાડી હતી. બંને દર્દીઓને 16થી 17 દિવસ સારવાર હેઠળ રાખ્યા બાદ હાલ તેમની તબિયત સ્થિર અને સંતોષજનક હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું. આ સફળ સર્જરી બદલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. ગૌરવ ભંભાણી, સીડીએમઓ ડો. દિવ્યાબેન, આરએમઓ ડો. વિપુલ મોઢા સહિતના અધિકારીઓએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી. ખાનગી હોસ્પિટલમાં અઢી લાખથી વધુનો થાય સરકારી હોસ્પિટલમાં બંને મેજર ઓપરેશન અને 16 થી 17 દિવસ દાખલ દર્દીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે જ્યારે સામાન્ય ખાનગી હોસ્પિટલમાં પણ આવા મેજર ઓપરેશનનો ખર્ચ અઢી લાખથી વધુનો થતો હોય છે.
    Click here to Read More
    Previous Article
    તા. 07 ઓગસ્ટથી 05 ઓક્ટોબર સુધી જાહેરનામુ અમલી રહેશે‎:સોનોગ્રાફી સેન્ટરો અને ક્લિનિકોમાં 30 દિ'ના બેકઅપ સાથે CCTV કેમેરા ફરજિયાત
    Next Article
    પોરબંદરના કમલાબાગના રિ-ડેવલપમેન્ટની કામગીરી:કમલાબાગનું રિ-ડેવલપમેન્ટ કાગળ પર ઝડપી, ગ્રાઉન્ડ પર ધીમું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment