Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તા. 07 ઓગસ્ટથી 05 ઓક્ટોબર સુધી જાહેરનામુ અમલી રહેશે‎:સોનોગ્રાફી સેન્ટરો અને ક્લિનિકોમાં 30 દિ'ના બેકઅપ સાથે CCTV કેમેરા ફરજિયાત

    1 day ago

    પોરબંદરમાં અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામુ જાહેર કરી સોનોગ્રાફી સેન્ટરો અને ક્લિનિકોમાં 30 દિવસના બેકઅપ સાથે CCTV કેમેરા ફરજિયાત કરાયા છે. આ જાહેરનામું તા. 07 ઓગસ્ટથી 05 ઓક્ટોબર સુધી આદેશ અમલ થશે. પોરબંદર જિલ્લામાં P.C. P.N.D.T. એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતી અને એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી તમામ હોસ્પિટલો અને ક્લિનિકોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી. મિયાત્રા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ તમામ સોનોગ્રાફી કેન્દ્રોએ ફરજિયાત 24×7 કલાકના ઓડિયો-વિડિયો સાથે 30 દિવસનું રેકોર્ડિંગ બેકઅપ રાખવું પડશે.આ જાહેરનામા મુજબ સોનોગ્રાફી રૂમની અંદર કેમેરા લગાવી શકાશે નહીં, પરંતુ રૂમમાં પ્રવેશતાં અને બહાર નીકળતાં દર્દી કે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ ઓળખી શકાય તે રીતે દરવાજાના બહારના ભાગે સીસીટીવી લગાવવાના રહેશે. જો હોસ્પિટલમાં એકથી વધુ ડોક્ટર કે સોનોગ્રાફી મશીન હોય અથવા વિઝિટિંગ ડોક્ટર આવતા હોય તો તમામ ચેમ્બરની બહાર કેમેરા ફરજિયાત રહેશે. ઓથોરિટી દ્વારા માંગવામાં આવે ત્યારે બેકઅપ રજૂ કરવું પડશે. આ આદેશ તા. 07/08/2026 થી તા. 05/10/2026 સુધી સમગ્ર પોરબંદર જિલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે. 18 સેન્ટરો ઉપલબ્ધ પોરબંદર જિલ્લામાં P.C. P.N.D.T. એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન ધરાવતી અને એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી 18 હોસ્પિટલો ઉપલબ્ધ છે ત્યારે આ હોસ્પિટલોને ફરજીયાત 30 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ રાખવા પડશે.
    Click here to Read More
    Previous Article
    નેતાઓ સામે કાર્યવાહી અને સંસદ સભ્યપદ રદ કરવા માંગ‎:ભગવા અને સંસ્કૃતિના અપમાન સામે સંત સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન
    Next Article
    સરકારી હોસ્પિટલમાં કેન્સરના 2 મેજર ઓપરેશન કરાયા‎:18 વર્ષીય યુવકના મોટા આંતરડામાંથી 4 સેમીની ગાંઠ દૂર કરાઈ, 70 વર્ષીય વૃદ્ધાના નાના આંતરડામાંથી 80 સેમી ગાંઠ કાઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment