Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતાઓ સામે કાર્યવાહી અને સંસદ સભ્યપદ રદ કરવા માંગ‎:ભગવા અને સંસ્કૃતિના અપમાન સામે સંત સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદન

    1 day ago

    સંસદ પરિસરમાં બનેલી ઘટનાના વિરોધમાં સનાતન સંત સમાજ દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અને રાહુલ ગાંધી, પપ્પુ યાદવ સહિતના નેતાઓ સામે કાર્યવાહી અને સંસદ સભ્યપદ રદ કરવા માંગ કરી છે. આવેદનમાં જણાવ્યા મુજબ ભગવા વસ્ત્રો અને સાધુ સમાજની છબી ખરડવાનો પ્રયાસ થયો છે અને પ્રદર્શન દરમિયાન પૂજનીય દેવી-દેવતાઓની તસવીરો પગ પાસે રાખી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભવાઈ છે. રામ જન્મભૂમિ સંબંધિત સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ ચાલતી SIT તપાસને ભટકાવવા આ નાટક રચાયું હોય, શ્રાવણ માસના પવિત્ર શ્રાવણ ઝૂલા મહોત્સવ ટાણે આશ્રમ વ્યવસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે, કાર્યવાહી કરવા માંગ કરી છે. સંત સમાજની માગણીઓ‎ સંત સમાજની માગણીઓ FIR નોંધી કાર્યવાહી: સાધુ-સંતો અને ધર્મનું અપમાન કરનાર નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવો. સભ્યપદ રદ કરવું: રાષ્ટ્રપતિ વિશેષાધિકાર વાપરી દોષિત સાંસદોનું સંસદ સભ્યપદ રદ કરે. નુકસાનની ભરપાઈ: આશ્રમોને થયેલા આર્થિક નુકસાનની વસૂલાત દોષિતો પાસેથી થાય. આંદોલનની ચિમકી: ત્વરિત કાર્યવાહી નહીં થાય તો સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન કરાશે. - મહંત મોહનદાસજી મહારાજ
    Click here to Read More
    Previous Article
    ગુરુવારે સીંગદાણાની 6500 કિલો‎આવક, રૂ. 1750 ભાવ બોલાયો‎:જીરું, ધાણા અને કઠોળના ભાવ રહ્યા સ્થિર
    Next Article
    તા. 07 ઓગસ્ટથી 05 ઓક્ટોબર સુધી જાહેરનામુ અમલી રહેશે‎:સોનોગ્રાફી સેન્ટરો અને ક્લિનિકોમાં 30 દિ'ના બેકઅપ સાથે CCTV કેમેરા ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment