Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં નુકસાન , ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ‎:સિમેન્ટ ફેક્ટરીમાં ફરજ પર જતા કર્મચારીની કારને ટ્રકની ટક્કર

    1 day ago

    રાણાવાવના આદિત્યાણા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીમાં ફરજ પર જઈ રહેલા એક કર્મચારીની કારને ટ્રકચાલકે બેફિકરાઈપૂર્વક હંકારી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. બનાવમાં કારને નુકસાન થતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાસે ગાંધી પાર્ક સોસાયટીમાં રહેતા અરવિંદ ખીમજીભાઇ ચાવડા પોતાની GJ-25-J-2629 નંબરની કાર લઈને સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી GJ-25-T-7209 નંબરના ટ્રકના ચાલકે ટ્રક પુરપાટ ઝડપે તેમજ બેફિકરાઈથી હંકારી કારને ટક્કર મારી હતી. અકસ્માતના કારણે કારના બોનેટ, એન્જિન તેમજ સાઇડના ભાગને નુકસાન થયું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક સામે માનવજીંદગી જોખમાય તેવી રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જ્યાનો ગુનો નોંધી તપાસ પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલમાં મફત ઓપરેશન થતાં બાળક સંપૂર્ણ સ્વસ્થ થયું‎:પોરબંદરમાં RBSK યોજનામાં શ્રમિક પરિવારના નવજાત બાળકની પાયલોરિક સ્ટેનોસિસની નિઃશુલ્ક સર્જરી કરાઈ
    Next Article
    ગુરુવારે સીંગદાણાની 6500 કિલો‎આવક, રૂ. 1750 ભાવ બોલાયો‎:જીરું, ધાણા અને કઠોળના ભાવ રહ્યા સ્થિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment