Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોલીસવાળાએ મારી નાખ્યો', પરિવારનું હૈયાફાટ રૂદન:સુરત સેશન્સ કોર્ટમાં યુવકનું ઢળી પડતાં મોત, કસ્ટડીમાં ઢોર માર માર્યાનો આક્ષેપ; પોલીસે આક્ષેપો ફગાવ્યા

    12 hours ago

    સુરત સેશન્સ કોર્ટમાં યુવકનું અચાનક ઢળી પડતાં કરૂણ મોત નીપજ્યું છે. મૃતક નરેશ પરમારના પરિવારે કતારગામ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસવાળાએ મારી નાખ્યો. કસ્ટડીમાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે કોર્ટમાં રજૂ કરતી વખતે જ તેની તબિયત લથડી અને તેનું મોત થયું હતું. નરેશ પરમારના મોતથી પરિવારનાં હૈયાફાટ રૂદનથી હોસ્પિટલનું પરિસર ગુંજી ઉઠ્યું, જ્યારે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ પોલીસે માર મારવાના આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. હાલ આ સમગ્ર મામલે ઉમરા પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. દિલ્હીથી દવા લેવા આવ્યો ને પોલીસે પકડી લીધો મૃતક નરેશ પરમારના ભાભી સંગીતાબેને પોલીસ કાર્યવાહી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, નરેશ દિલ્હીમાં રહેતો હતો અને તેને હૃદયની બીમારી તથા લોહીની ઉલટી થતી હોવાથી દવા લેવા આવ્યો હતો. તે ખાટલા પર સૂતો હતો ત્યાંથી જ કતારગામ પોલીસ તેને પકડી ગઈ હતી. અમે પોલીસને ઘણી વિનંતી કરી હતી કે તે બીમાર છે, પરંતુ પોલીસે અમારી એક વાત સાંભળી નહોતી. ઢોર માર મારી ખાવા-પીવા અને દવાઓ ન આપી તેને દારુ અને ચોરીના ખોટા કેસમાં ફસાવી 3 દિવસ સુધી સતત રિમાન્ડ પર રાખ્યો હતો. 3 દિવસ ખાવા-પીવાનું કે જરૂરી દવાઓ પણ આપી નહોતી. તેને કોર્ટ તરફ લઈ જવાતો હતો, ત્યારે તેની હાલત અત્યંત નાજુક હતી. કોર્ટમાં તેનું બીપી લો થઈ ગયું હતું, શ્વાસ ચડી ગયો હતો અને ધબકારા વધી ગયા હતા. કસ્ટોડિયલ ટોર્ચરને કારણે મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મૃતક નરેશ પરમારના ભાભી સંગીતાબેને આક્ષેપ કર્યો હતો કે, પોલીસે તેને પડખામાં અને હૃદયના ભાગે લાતોથી ઢોર માર માર્યો હતો. છાતીના ભાગે પગ મૂકીને અત્યાચાર ગુજાર્યો હતો. 4 નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી નરેશ હીરાના કારખાનાઓમાંથી કચરો લાવી તેમાંથી ધૂળ ધોઈને રોજીરોટી કમાઈ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 5 વર્ષ પહેલા તેની પત્ની તેને છોડી ગઈ હતી. તેને 4 નાના-નાના બાળકો છે. જેમાં 1 પત્ની અને 3 અમારી પાસે રહેતા હતા. નરેશના મોતથી બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તબિયત નાદુરસ્ત હોવાથી કોર્ટના આદેશથી હોસ્પિટલ લાવ્યા હતા એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપી નરેશ માધુભાઈ પરમાર કામરેજ વાવ ખાતેનો રહેવાસી છે અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2025ના રિક્ષામાં ચેઈન સ્નેચિંગના ગુનામાં વોન્ટેડ હતો. કતારગામ પોલીસે ગઈકાલે સાંજના સમયે તેની ધરપકડ કરી અને આજરોજ બપોરના ત્રણ એક વાગ્યાના અરસામાં નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. એ દરમિયાન એની તબિયત નાદુરસ્ત હોવાથી કોર્ટના આદેશથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યો છે. પોલીસે માર માર્યાના આક્ષેપો અંગે એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, એ બિલકુલ ખોટી વાત છે. પેનલ ડોક્ટરથી અને વીડિયોગ્રાફીથી પીએમ (પોસ્ટમોર્ટમ) થશે એટલે સત્ય બહાર આવી જશે. ગઈકાલે પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ ચેઇન સ્નેચિંગમાં અટક કરી ત્રણ દિવસથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાના આક્ષેપ અંગે એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, ગઈકાલે તેની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કર્યા બાદ ચેઇન સ્નેચિંગના ગુનામાં અટક કરી હતી. ત્રણ દિવસથી પોલીસ કસ્ટડીમાં રાખ્યો હોય એવો કોઈ બનાવ બન્યો નથી. નામદાર કોર્ટમાં મૃતકના ભાભી હાજર હતા. કોર્ટે એમની પૂછપરછ કરી ત્યારે એમણે હૃદયની બીમારી હોવાની કૈફિયત પણ રજૂ કરી હતી. તેમ છતાં આ દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વધુ એકવાર ગાંજાની હેરાફેરી પકડાઈ:અકોટા ગાર્ડન પાસેથી 3.78 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે કેરિયર ઝડપાયો, 9.08 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    13 નવી 'બિરસા મુંડા પરિવહન સેવા' બસોનો પ્રારંભ:તાપી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મળશે મદદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment