Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એકવાર ગાંજાની હેરાફેરી પકડાઈ:અકોટા ગાર્ડન પાસેથી 3.78 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે કેરિયર ઝડપાયો, 9.08 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

    12 hours ago

    વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે અકોટા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનરની સૂચનાથી નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલતી ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસે અકોટા ગાર્ડન નજીક દરોડો પાડી 108 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આરોપી પાસેથી હાઇબ્રીડ ગાંજો, મોંઘાદાટ બે આઇફોન, રોકડ રકમ અને બલેનો કાર મળી કુલ 9.08 લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે ટ્રેપ ગોઠવી રેડ પાડી મળતી વિગતો અનુસાર, અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. બલદાણિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અકોટા ગાર્ડન નજીક એક યુવક નશીલા પદાર્થ સાથે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર ટ્રેપ ગોઠવીને દરોડો પાડ્યો હતો. 3.78 લાખનો હાઇબ્રીડ ગાંજો અને બલેનો કાર જપ્ત પોલીસે સ્થળ પર બલેનો કાર સાથે ઊભેલા રૂષભ સુનિલકુમાર શાહ નામના યુવકની આકરી તલાશી લેતાં તેની પાસેથી ૧૦૮ ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 3.78 લાખની કિંમતનો હાઇબ્રીડ ગાંજો, રૂ. 140 રોકડા, એક આઇફોન-12 પ્રો, એક આઇફોન-16 તથા 5 લાખની કિંમતની બલેનો કાર મળીને કુલ 9,08,140 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નેટવર્ક ભેદવા તપાસનો ધમધમાટ શરૂ અકોટા પોલીસે આરોપી રૂષભ શાહ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હતો, મુખ્ય સપ્લાયર કોણ છે, આ કાળો કારોબાર ક્યાં સુધી ફેલાયેલો છે અને આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: SC અને RSSના ઠપકા બાદ પણ ચૂપ્પી!:10 વર્ષ, 152 પેપર લીક અને સજા ઝીરો, 2029ની ચૂંટણી અને 40 કરોડ યુવાનોનો ભારેલો અગ્નિ
    Next Article
    'પોલીસવાળાએ મારી નાખ્યો', પરિવારનું હૈયાફાટ રૂદન:સુરત સેશન્સ કોર્ટમાં યુવકનું ઢળી પડતાં મોત, કસ્ટડીમાં ઢોર માર માર્યાનો આક્ષેપ; પોલીસે આક્ષેપો ફગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment