Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 નવી 'બિરસા મુંડા પરિવહન સેવા' બસોનો પ્રારંભ:તાપી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મળશે મદદ

    10 hours ago

    તાપી જિલ્લાને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત 13 નવી બસોની ભેટ મળી છે. ગુરુવારે સોનગઢ નવા બસ સ્ટેન્ડ ખાતેથી રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.તાપી જિલ્લો ડુંગરાળ અને આદિજાતિ બહુલ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. આના કારણે અંતરિયાળ ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજ સુધી પહોંચવું મુશ્કેલ બનતું હતું. વાહનવ્યવહારના અભાવે ઘણા વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નહોતા અથવા અભ્યાસ અધૂરો છોડવા મજબૂર બનતા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નવી પરિવહન સેવા શરૂ કરી છે. હવે ગામડાના વિદ્યાર્થીઓ વિનાવિલંબ અને સુરક્ષિત રીતે પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી શકશે. આ બસ સેવા શરૂ થવાથી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની દૈનિક હાજરીમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ પહેલથી યુવાનો પોતાની રુચિ અને પસંદગીના અભ્યાસક્રમોમાં જોડાઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકશે. સરકારની આ લોકઉપયોગી પહેલથી આદિજાતિ ક્ષેત્રના શૈક્ષણિક અને સામાજિક વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, સોનગઢ તાલુકા પ્રમુખ, જિલ્લા અગ્રણી સૂરજભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદાર રાજેશ કુમાર મૌર્ય, મદદનીશ કમિશનર તથા એસ.ટી. વિભાગના સુરત ડિવિઝનલ કંટ્રોલર અને સોનગઢ ડેપો મેનેજર સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને મહાનુભાવોએ આ પહેલને આદિજાતિ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ ગણાવી હતી.
    Click here to Read More
    Previous Article
    'પોલીસવાળાએ મારી નાખ્યો', પરિવારનું હૈયાફાટ રૂદન:સુરત સેશન્સ કોર્ટમાં યુવકનું ઢળી પડતાં મોત, કસ્ટડીમાં ઢોર માર માર્યાનો આક્ષેપ; પોલીસે આક્ષેપો ફગાવ્યા
    Next Article
    સક્કરબાગ ઝૂમાં સિંહના બચ્ચાઓનો ‘હેન્ડ રેઝ’ દ્વારા સફળ ઉછેર:7 મહિનાની ઉંમરે પ્રવાસીઓ માટે કરાયા મુક્ત, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment