Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સક્કરબાગ ઝૂમાં સિંહના બચ્ચાઓનો ‘હેન્ડ રેઝ’ દ્વારા સફળ ઉછેર:7 મહિનાની ઉંમરે પ્રવાસીઓ માટે કરાયા મુક્ત, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ.

    9 hours ago

    જૂનાગઢ સ્થિત ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દ્વારા વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે વધુ એક પ્રશંસનીય સિદ્ધિ હાસલ કરવામાં આવી છે. સામાન્ય રીતે એશિયાટીક સિંહના નવજાત બચ્ચાઓનો ઉછેર તેમની માતા દ્વારા જ કુદરતી રીતે કરવામાં આવતો હોય છે, પરંતુ ખાસ વિપરીત પરિસ્થિતિઓમાં સક્કરબાગ ઝૂના વહીવટી તંત્ર અને વેટરનરી તબીબોની ટીમ દ્વારા સિંહના બચ્ચાઓનો માનવ સ્પર્શ અને હસ્તક્ષેપ ('હેન્ડ રેઝ') દ્વારા સફળ ઉછેર કરવામાં આવ્યો છે. હાલ આ બચ્ચાઓ સંપૂર્ણ સ્વસ્થ અને સક્રિય થઈ જતાં તેમને ઝૂના ડિસ્પ્લે કેજમાં મુલાકાતીઓના આકર્ષણ અર્થે મૂકવામાં આવ્યા છે. માતા સંભાળ ન લઈ શકે ત્યારે ‘હેન્ડ રેઝ’ પ્રક્રિયા અપનાવાય છે સક્કરબાગ ઝૂના DCF રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ઘણીવાર પ્રથમ વખત માતા બનતી સિંહણ અનુભવના અભાવે બચ્ચાની યોગ્ય સંભાળ રાખી શકતી નથી. આ ઉપરાંત, જંગલ વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરીને લાવવામાં આવેલી સિંહણ જ્યારે પાંજરામાં બચ્ચાને જન્મ આપે ત્યારે સ્ટ્રેસના કારણે પણ બચ્ચાનું પ્રોપર કેરિંગ થઈ શકતું નથી. આવી સ્થિતિમાં બચ્ચાઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થતાં તંત્ર દ્વારા તેમને માતાથી અલગ કરી તાત્કાલિક ઝૂના રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (એનિમલ હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવે છે. પ્રોટીન ફોર્મ્યુલા દૂધથી લઈને મટનના ખીમા સુધીની કેર એનિમલ હોસ્પિટલમાં તબીબોની વિશેષ દેખરેખ હેઠળ નવજાત બચ્ચાઓને જરૂરી એવા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ યુક્ત ખાસ 'મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા' દ્વારા દર 2થી 3 કલાકે નિયમિત ફીડિંગ કરાવવામાં આવે છે. સતત 3 મહિના સુધી દૂધ અને વિટામિન્સ આપ્યા બાદ, બચ્ચાઓ 3 મહિનાના થાય ત્યારે તેમના પાચનતંત્રને મજબૂત કરવા માટે મટન અને ચિકનનો ઝીણો કીમો બનાવીને સોલિડ ખોરાક આપવાનું શરૂ કરાય છે. 7 મહિનાની ઉંમરે બચ્ચાઓ શારીરિક રીતે સક્ષમ બનતાં તેમને પ્રવાસીઓ માટેના ડિસ્પ્લે કેજમાં શિફ્ટ કરાય છે. પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકોમાં ભારે ઉત્સાહ ઝૂના વાતાવરણમાં જ જન્મેલા અને માનવ સ્પર્શ વચ્ચે ઉછરેલા હોવાથી આ સિંહબાળને મનુષ્યો કે મુલાકાતીઓની હાજરીથી કોઈ સ્ટ્રેસ કે ભય અનુભવાતો નથી. તેઓ પાંજરામાં અત્યંત ઉત્સાહથી દોડાદોડ અને કૂદાકૂદ કરીને પોતાની રમતિયાળ પ્રવૃત્તિઓ દર્શાવે છે. સક્કરબાગ ઝૂમાં આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને નાના બાળકો સિંહના આ નાનકડા બચ્ચાઓની મસ્તી જોઈને ભારે રોમાંચ અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    13 નવી 'બિરસા મુંડા પરિવહન સેવા' બસોનો પ્રારંભ:તાપી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મળશે મદદ
    Next Article
    ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ:મહાત્મા મંદિરમાં 900થી વધુ એક્ઝિબિટર્સ, દેશભરના પ્રવાસન વિભાગો એક મંચ પર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment