Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો પ્રારંભ:મહાત્મા મંદિરમાં 900થી વધુ એક્ઝિબિટર્સ, દેશભરના પ્રવાસન વિભાગો એક મંચ પર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

    8 hours ago

    ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરુવારથી ત્રણ દિવસીય 'ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર' (TTF-2026) નો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ ટુરિઝમ ફેરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે અને ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ સહિત દેશના વિવિધ રાજ્યોના ઉચ્ચ પ્રતિનિધિઓ અને પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ ફેરમાં 900થી વધુ એક્ઝિબિટર્સ અને દેશભરના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે. પ્રવાસન ક્ષેત્ર માટે મહત્વનું B2B પ્લેટફોર્મ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી સતત યોજાતો આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર રાજ્યના પ્રવાસન ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ B2B (Business-to-Business) પ્લેટફોર્મ બની રહ્યો છે. આ ફેરના માધ્યમથી હોટેલિયર્સ, ટ્રાવેલ એજન્સીઓ, ટૂર ઓપરેટર્સ, એરલાઇન્સ અને વિવિધ રાજ્યોના પ્રવાસન મંડળો એક જ મંચ પર એકઠા થઈને નવા વ્યવસાયિક સંબંધો વિકસાવવાની સાથે રોકાણની નવી તકો પણ ઊભી કરે છે. 'વર્ષ 2026 - પ્રવાસન વર્ષ' અને વિઝન ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ રાજ્ય સરકારે વર્ષ 2026ને 'પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તે સંદર્ભમાં ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન સ્થળો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને નવી ટુરિઝમ પ્રોડક્ટ્સને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આ ફેર કેન્દ્રીય ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના વિઝનને સાકાર કરવા તરફ આ ફેર એક સબળ પગલું સાબિત થઈ રહ્યો છે. મહાનુભાવોએ વિવિધ રાજ્યોના સ્ટોલની મુલાકાત લીધી ઉદ્ઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મંત્રીઓએ ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યોના પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ ધારકો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને સંબંધિત રાજ્યોની પ્રવાસન નીતિઓ, નવા પ્રવાસન ધામો અને પ્રવાસન વિકાસની યોજનાઓ વિશે વિગતો મેળવી હતી. રાજ્ય સરકારને આશા છે કે આ સફળ આયોજન ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.
    Click here to Read More
    Previous Article
    સક્કરબાગ ઝૂમાં સિંહના બચ્ચાઓનો ‘હેન્ડ રેઝ’ દ્વારા સફળ ઉછેર:7 મહિનાની ઉંમરે પ્રવાસીઓ માટે કરાયા મુક્ત, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ.
    Next Article
    Assam flood में बिजली कटी, तो लड़के ने सोलर चार्जर बनाया, IIT Guwahati के प्रोफेसर भी हैरान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment