Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સુરક્ષા અંગે પાલનપુરમાં સેમિનાર યોજાયો:નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી

    13 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત પાલનપુરની જી.ડી. મોદી કોલેજ ખાતે ‘મહિલા કર્મયોગી દિવસ’ નિમિત્તે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ‘કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અધિનિયમ–2013’ વિષય પર કોલેજની વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓને કાનૂની અધિકારો તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. P.O.S.H. એક્ટ અને આંતરિક સમિતિ અંગે સમજ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી બી.કે. ગઢવીએ મહિલાઓ માટે સુરક્ષિત અને સન્માનજનક કાર્યસ્થળના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જાતીય સતામણી અધિનિયમ-2013 ની મુખ્ય જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની ભૂમિકા અને ફરિયાદ નિવારણની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે યુવતીઓ અને મહિલાઓને કોઈપણ ભય વિના પોતાના અધિકારોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. કાનૂની સહાય વ્યવસ્થા અને પ્રોત્સાહન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) તરફથી ઉપસ્થિત પ્રતિનિધિઓ શીતલબેન અને અતુલભાઈએ મહિલાઓને મળતી કાનૂની સહાય અને મફત માર્ગદર્શનની ઉપલબ્ધ વ્યવસ્થાઓ વિશે જાણકારી આપી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને કાયદાની યોગ્ય સમજ કેળવીને કોઈપણ પ્રકારના અન્યાય કે સતામણી સામે હિંમતપૂર્વક અવાજ ઉઠાવવા પ્રેરણા પૂરી પાડી હતી. વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારી આ સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન બનાસકાંઠાની ટીમ અને DLSA નો સ્ટાફ હાજર રહ્યો હતો. સેમિનાર દરમિયાન મહિલાઓની સુરક્ષા, આત્મવિશ્વાસ, સમાનતા અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં હાજર વિદ્યાર્થીનીઓએ પ્રશ્નોત્તરી દ્વારા કાયદાકીય મુદ્દાઓ અંગેની પોતાની શંકાઓનું નિવારણ મેળવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    150 હાથીઓ જેટલું વજન ધરાવતા મેટ્રોના ગર્ડરનું લોન્ચિંગ, ડ્રોન VIDEO:864 મેટ્રિક ટન વજન અને 86 મીટર લંબાઈ, સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં
    Next Article
    જામનગરમાં મકાનનો સ્લેબ ધસી પડતા 3 લોકો ઈજાગ્રસ્ત:ફાયર બ્રિગ્રેડે દિલધડક રેસ્ક્યૂ હાથ ધરી કાટમાળ નીચે દબાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢ્યા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment