Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    150 હાથીઓ જેટલું વજન ધરાવતા મેટ્રોના ગર્ડરનું લોન્ચિંગ, ડ્રોન VIDEO:864 મેટ્રિક ટન વજન અને 86 મીટર લંબાઈ, સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં

    14 hours ago

    સુરત શહેરમાં ઝડપથી આકાર લઈ રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. શહેરના વ્યસ્ત અને સઘન એવા રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કમેલા ખાડી પર બે પિલરની વચ્ચે 150 હાથીઓ જેટલા 864 મેટ્રિક ટન વજન ધરાવતું અને 86 મીટર લાંબું અત્યંત વજનદાર ઓપન વેબ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. ખાડી જેવા ભૌગોલિક રીતે પડકારજનક વિસ્તારમાં આટલા વિરાટ ગર્ડરને ગોઠવવું ટેક્નિકલ દૃષ્ટિએ અત્યંત જોખમી અને જટિલ કામગીરી હતી, જેને મેટ્રો એન્જિનિયરોની ટીમે સફળતાપૂર્વક પૂર્ણ કરી બતાવી છે. ખાડી પર ગર્ડર લોન્ચિંગ મોટો પડકાર હતો કમેલા ખાડી વિસ્તાર ભૌગોલિક રીતે ભારે મશીનરી અને ક્રેન માટે જટિલ ક્ષેત્ર ગણાય છે. રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટ પાસે જમીનની સપાટીથી 12.4 મીટરની ઊંચાઈ પર આ 86 મીટર લાંબા ગર્ડરને ફીટ કરવા માટે ખાસ ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો. આ ગર્ડર લોન્ચિંગ માટે એસેમ્બલિંગ (ભાગો ભેગા કરવા), લોન્જિટ્યુડિનલ પુલિંગ (લાંબી દિશામાં ખેંચવું), લિફ્ટિંગ (ઊંચકવું) અને ટ્રાન્સવર્સ શિફ્ટિંગ (સાઈડમાં ગોઠવવું) જેવી ચાર તબક્કાની અત્યાધુનિક એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને ઓગસ્ટ-2026માં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સરોલી સ્ટેશન પર પણ મૂકાઈ ચૂક્યું છે 864 ટનનું ગર્ડર આ અગાઉ સરોલી સ્ટેશન પાસે પણ આ જ કદનું એટલે કે 86 મીટર લાંબું અને 864 મેટ્રિક ટન વજન ધરાવતું ગર્ડર જમીનથી 15 મીટરની ઊંચાઈએ નવેમ્બર-2025માં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરોલી સ્ટેશનથી ભરત કેન્સર હોસ્પિટલ સ્ટેશન વચ્ચે 50 મીટર લંબાઈ અને 417.3 મેટ્રિક ટન વજન ધરાવતું ગર્ડર એપ્રિલ-2026માં જમીનથી 13 મીટરની ઊંચાઈએ બેસાડી દેવાયું છે. આગામી દિવસોમાં વધુ બે જટિલ ગર્ડર લોન્ચ થશે હવે પછીના તબક્કામાં કમેલા ફ્લાયઓવર પર 18 મીટરની ઊંચાઈએ 54 મીટર લાંબું (543.36 MT) ગર્ડર ગોઠવવાનું કામ હાથ ધરાશે. તેમજ અંજના ફાર્મ સ્ટેશન નજીક રેલવે લાઈન પરથી પસાર થતા સ્પેન માટે 16 મીટરની ઊંચાઈએ 74 મીટર લાંબું અને 640.81 મેટ્રિક ટન વજન ધરાવતું મોટું ઓપન વેબ ગર્ડર ગોઠવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખાણી-પીણી અને ગંદકી ફેલાવતા એકમો પર મનપાની તવાઈ:એક જ રાતમાં 1,170 સ્થળે ચેકિંગ, 375.5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ અને 5.78 લાખનો દંડ
    Next Article
    મહિલા સુરક્ષા અંગે પાલનપુરમાં સેમિનાર યોજાયો:નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment